વડોદરામાં લોન માટે બોગસ ગ્રાહકો ઉભા કરી ખાનગી ફાયનાન્સના કર્મચારીઓએ રૂા.૮ કરોડનું ફૂલેકું ફેરવ્યુું
પાંચ કર્મચારી સહિત રર સામે ફરીયાદ
વડોદરા, આર.સી.દત્ત રોડ વિસ્તારના સેન્ટર પોઈન્ટમાં આવેલી ચોલા મડલમ ફાયનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપનીના લોન વિભાગના કેટલાંક કર્મચારીઓ અને એજન્ટોએ બોગસ ગ્રાહકો તેમજ પ્રોપર્ટીનું ઉંચુ વેલ્યુએશન બતાવીને રૂા ૭.૭૦ કરોડ જેટેલી રકમ વગે કરતા તેમની સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
ફાઈનાન્સ કંપનીના અધિકારી મેહુલ વડીયાએ પોલીસને કહ્યુ હતુ કે અમારી કંપની લોન અને ધિરાણનુૃં કામ કરે છે.જે કામ માટે અમે ફ્રિલાન્સ તેમજ એડીશ્નલ વર્ક કોન્ટ્રાક્ટર (એજન્સી) રાખીએ છીએ. ઓગષ્ટ ર૦૧૯ થી જાન્યુઆરી ર૦ર૧ દરમ્યાન ૩૪ જેટલા ગ્રાહકોના હપ્તાની રકમ નહીં ભરાતા તપાસ કરી હતી.
જે દરમ્યાનમાં બોગસ ગ્રાહકો બનાવીને દસ્તાવેજાે તૈયાર કર્યા બાદ પ્રોપર્ટીનું ઉંચુ વેલ્યુએશન તૈયાર કરાવીને કંપનીમાંથી રૂા.૭.૭૦ કરોડની મોર્ગેજ લોન લઈ લેવામાં આવી હોવાનું ખુલ્યુ હતુ.
જાે કે લોનની રકમ ગ્રાહકોને નહીં પણ કેટલાંક એજન્ટો અને બિલ્ડરના એકાઉન્ટમાં ગઈ હતી. જેથી કંપની સાથે વ્યવસ્થિત રીતે કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનુ જણાઈ આવ્યુ હતુ.
આ અંગેે કંપનીના ચાર કર્મચારી, એજન્ટો, બે વેલ્યુઅર, કિશન, ઈન્કા (બિલ્ડર કાસા) સહિત રર જણા સામે કોર્ટમાં ફરીયાદ કરતા કોર્ટે ગોત્રી રોડ પોલીસને ફરીયાદની તપાસ કરી રીપોર્ટ સુપ્રત કરવા આદેશ આપ્યો છે. વેલ્યુઅરમાં અમદાવાદના ધર્મેશ કલાથિયાનો (પોપ્યુલર સેેન્ટર, શ્યામલ ચારરસ્તા, સેટેલાઈટ) સમાવેશ થાય છે.