Western Times News

Gujarati News

વડોદરામાં વાલીઓએ ફી મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન આપ્યુ

પ્રતિકાત્મક

વડોદરા: વૈશ્વિક મહામારી કોરોનાના લીધે છેલ્લા દોઢ વર્ષ થી શિક્ષણ કાર્ય બંધ છે. ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે રાજ્ય સરકારે કોરોનાના કપરા કાળ દરમિયાન વિદ્યાર્થીઓની ૨૫ટકા ફી માં રાહત આપવા ઠરાવ પસાર કર્યો હતો.આ નિયોને અનેક શાળાઓ નેવે મુકીને ફી ભરવા વાલીઓને દબાણ કરવામાં આી રહ્યું છે.

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી કેળવણી ટ્રસ્ટ સંચાલિત કેળવણી વિદ્યાલયના સંચાલકો રાજ્ય સરકારના આ ઠરાવનું ઉલ્લંઘન કરી વાલીઓને વિદ્યાર્થીઓની ફી ભરવા ધમકીઓ આપી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.યુવક કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી આ અંગે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

યુવક કોંગ્રેસ પ્રમુખ અસફાક મલેકે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં કેળવણી વિદ્યાલય આવેલી છે. જેના શાળા સંચાલકો દ્વારા ૨૫ટકા ફી રાહતનો રાજ્ય સરકારનો ઠરાવ છે કે, કોરોનાની મહામારી પ્રમાણે વાલીઓને ૨૫ટકા ફીમાં રાહત આપવામાં આવશે.

જે દર વર્ષે ૧૦ટકા ફીમાં વધારો કરે છે. એવો કોઈ ફી વધારો આ વર્ષે કરવામાં આવશે નહીં.તે છંતા પણ આ નિયમને નેવે મુકીને પોતાની મનમાની કરે છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આશ્વાસન આપ્યું છે કે, આ શાળાએ જાે કાયદાઓનું ઉલ્લંધન કર્યું હશે, તો તે શાળા વિરુદ્ધ ચોક્કસ પગલાં ભરવામાં આવશે. જાે કે, તેમ છતાં પણ વાલીઓની માંગ સ્વિકારાય નહિ તો કેળવણી શાળાને તાળાબંધી કરી દેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.