વડોદરામાં વેપારીઓ માનવતા ભૂલ્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો ત્યારે વડોદરામાં આવેલા વિશ્વામિત્રી નદીએ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યુ અને તેના પાણી શહેરમાં ફરતા વડોદરા થયુ બેહાલ. અને લોકોની મજબુરીનો લાભ લઈ દૂધ તથા ચીજવસ્તુઓના કાળાબજાર થવા લાગ્યા હતા. તેમ છતાં સરકારી તંત્રનું મૌન ખુબ જ ચર્ચાસ્પદ બન્યુ છે. વિશ્વામિત્રી નદીમાં પુર આવવાની સાથે સાથે મગરો પણ શહેરમાં દેખાવા લાગ્યા છે.
આજે ત્રીજા દિવસે પણ વડોદરામાં મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી. એનઅડીએફની ટીમો બોટ દ્વારા તથા દોરડા વતી ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે. તેમ છતાં પાણી ન ઓસરાતા લોકોની હાલાકી દૂર થઈ નથી. પાણીગેટ વિસ્તારમાં દૂધની થેલીના રૂ.ર૭ને બદલે રૂ.૩૬ થી ૩૮ બોલાયા છે. ફસાયેલો લોકોને તથા ખાસ કરીને વૃધ્ધ અને બાળકોને બચાવવા માટે વડોદરાના જાંબાઝ પોલીસ ગોવિંદ ચાવડાએ અનેક લોકોને ખભા ઉપર મુકી ભરચક પાણીમાંથી બચાવ્યા હોવાનું જાણવા મળે છે.
વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં પાણીને કારણે ફસાયેલા નાગરીકોને બચાવવા પૂણેથી વધુ એક એનડીએફ ટીમ વડોદરા આવી છે. તથા લશ્કરના જુવાનોની મદદ પણ લેવામાં આવી રહી છે. કાળા બજાર બેફામ બન્યુ છે.
વરસાદના પાણી ભરાવાના કારણે પશ્ચિમ રેલ્વેએ વડોદરાથી પસાર થતી ૧પ ટ્રેનો રદ કરી હોવાનું જણાવાયુ છે. ગુજરાત ક્વિન, મેમો તથા ઈન્ટરસીટી ટ્રેઈન, સૌરાષ્ટ્ર એક્ષપ્રેસ રદ કરવામાં આવી છે.
સયાજીગંજ ફતેહગંજ, ખાનવાડી, રાવપુરા, કારેલીબાગ, પાણીગેટ, તથા સોસાયટી વિસ્તારોમાં હજુ ૩-૩ ફૂટ પાણી ભરાયેલા છે. રાવપુરામાં તો ગળાડૂબ પાણી હોવાને કારણે દોરડા બાંધી, લોકોને બચાવી રહ્યા છે. -૩-૩ દિવસ ભૂખ્યા નાગરીકો માટે અનેક સ્વેચ્છીક સંસ્થાઓ તરફથી ફૂડપેકેટો વહેંચવામાં આવી રહ્યા છે. નાગરીકો ઉપરાંત અબોલ પશુઓની હાલત વધુ ખરાબ છે. આફતના ઓથા હેઠળ વડોદરા શહેરના નાગરીકો ઉપર આભ નીચે ધરતી વચ્ચે અધ્ધર શ્વાસે જીવી રહ્યા છે.
વિશ્વામિત્રી નદી અત્યારે ભયજનક સપાટીએ પહોંચી છે. પરંતુ આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે. જે વિશ્વામિત્રી નદીમાં ઠલવાઈ રહ્યુ છે. વડોદરાની રેફરલ હોસ્પીટલમાં પાણી ભરાયા છે. વડોરદામાં પડલા ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર ઠપ્પ થતાં શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા છે.