વડોદરામાં સેક્સ સર્વિસના નામે ભેજાબાજે પહેલા ૨૫૦ રૂપિયા માગ્યા, પછી પત્ની, ૪.૭૧ લાખ પડાવ્યા
વડોદરા: વડોદરાના પાદરામાં સેક્સ સર્વિસના નામે ભેજાબાજે પરિવારની મહિલા અને દીકરીઓના ર્નિવસ્ત્ર ફોટા એડીટીંગ કરીને બ્લેક મેઇલિંગ કરીને ઓનલાઇન ૪.૭૧ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. આ મામલે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
રમેશભાઇ પટેલે(નામ બદલ્યુ છે) પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું પાદરા ગામમાં પરિવાર સાથે રહું છું અને ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવુ છું. મારા મોબાઈલ ઉપર અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે, તમારે કોઇ સર્વિસ જાેઇએ છે? તેમ કહેતા મે કહ્યું હતું કે, મારે આવી કોઇ સર્વિસની કોઇ જરૂર નથી. સામેવાળાએ જણાવ્યું હતું કે, તમારે અમારો નોર્મલ ચાર્જ ૨૫૦ રૂપિયા ગુગલ પેથી ચૂકવવો પડશે. તેમ કહીને તેઓએ મને એક મોબાઇલ નંબર મોકલ્યો હતો. જેમાં મે ગુગલ પેથી ૨૫૦ રૂપિચા ટ્રાન્સફર કર્યાં હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ફરીથી મારા ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હવે તમારે ૪૨,૮૭૬ રૂપિયાનું પેમેન્ટ કરવુ પડશે, નહીં તો તમારા પરિવારના ફોટો વાઇરલ કરી દઇશ અને થોડીવારમાં જ તેણે મારા મોબાઇલ પર મારી પત્ની, દીકરી, ભાભી અને ભાણીના એડિટિંગ કરી ર્નિવસ્ત્ર કરેલા ફોટા મોકલ્યા હતા અને તેણે મારી દીકરી સહિત પરિવારના ફોટો વાઇરલ કરીને મને બદનામ કરવાની ધમકી આપી હતી અને અલગ-અલગ નંબરો પર પેમેન્ટ કરવાનું કહ્યું હતું. જેથી મે ગભરાઇ જઇને રૂપિયા ટ્રાન્ફર કર્યાં હતા.
ત્યાર બાદ મે મારા મોબાઇલમાંથી પરિવારજનોના ર્નિવસ્ત્ર ફોટો ડિલિટ કરી દીધા હતા. જાેકે ત્યારબાદ પણ તેને મારી પાસેથી એક લાખ રૂપિયાની માગણી કરી હતી અને મારા પરિવારના ર્નિવસ્ત્ર ફોટો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. જેથી મે મારા ભાણા પાસેથી રૂપિયા લઇને રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યાં હતા. ટુકડે-ટુકડે ૪,૭૧,૬૦૧ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યાં હતા. જાેકે, મારી પાસે વધુ રૂપિયા ન હોવાથી મે રૂપિયા ટ્રાન્સફર કર્યા નહોતા અને પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પાદરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે