વડોદરામાં ૧૭૫ હોસ્પિટલોને રેમદેસિવિર ૧૧૦૫ ડોઝ ફાળવવામાં આવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/remdesivir-scaled.jpg)
વડોદરા, નોડલ અધિકારીઓની દેખરેખ હેઠળ કોવિડના દર્દીઓની સારવારમાં ઉપયોગી રેમદેસીવિર ઇન્જેક્શનની માન્ય ખાનગી હોસ્પિટલોને ફાળવણી કરવામાં આવી રહી છે. આ અંગે જાણકારી આપતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી અને નોડલ અધિકારી શ્રી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું કે શનિવારે ૧૧૦૫ ઇન્જેક્શનનો પુરવઠો મળ્યો હતો જ્યારે ૧૭૫ હોસ્પિટલોને ૧૧૦૫ ડોઝ ફાળવવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં કુલ ૩૨૨૧૬ ડોઝ ફાળવી દેવાયા છે.