વડોદરામાં ૨૭ મેડીકલ સ્ટોર્સ સામે દંડનીય કાર્યવાહી તંત્રએ કરી

વડોદરા: કોરોના અટકાવવાની તકેદારીના રૂપમાં વડોદરાશહેર અને જિલ્લામાં પુરવઠા, ડ્રગ અને તોલમાપની સંયુક્ત ટીમ દ્વારામેડીકલ સ્ટોર્સ અને માસ્ક, ગ્લોવ્ઝ અને સેનેટાઇઝર ઉત્પાદકના સ્થળે તપાસ કરવામાં આવી રહી છે. તા.૧૨ માર્ચ-૨૦૨૦થી તા.૧૭ માર્ચ સુધીમાં વડોદરાશહેરમાં ૬૮, તાલુકાઓમાં ૧૯ સહિત જિલ્લાના કુલ ૮૭ સ્થળો પર તપાસણીકરવામાં આવે છે. તા.૧૨મીએ ૧૬ મેડીકલ સ્ટોર્સ સામે દંડનીય કાર્યવાહી કરી રૂ.૧૮ હજાર, તા.૧૩મીએ ૯ મેડીકલ સ્ટોર્સ સામેદંડનીય કાર્યવાહી કરી ૧૮ હજાર અને તા.૧૭મીએ ૨ મેડીકલ સ્ટોર્સ સામે દંડનીયકાર્યવાહી કરી રૂ.૪ હજાર એમ કુલ ૨૭ મેડીકલ સ્ટોર્સ સામે દંડનીય કાર્યવાહી કરીરૂ.૪૦ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.