Western Times News

Gujarati News

વડોદરામાં ૮ નવજાત શિશુનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

સંક્રમિત બાળકો માટે એસ.એસ.જી હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડની સુવિધાઓ ઊભી કરવામાં આવી

વડોદરા, વડોદરામાં કોરોનાને લઈ ચિંતાનજક સમાચાર સામે આવ્યા છે. શહેરની એસ.એસ.જી હોસ્પિટલમાં ૮ નવજાત બાળકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સંક્રમિત બાળકો માટે એસ.એસ.જી હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ શહેરની ખાનગી હૉસ્પિટલમાં પણ બાળકોને કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ કોરોનાનો ચેપ લાગ્યા બાદ એસ.એસ.જી હોસ્પિટલમાં બાળકો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલના પિડિયાટ્રીક વિભાગમાં સંક્રમિત બાળકો પૈકી પાંચ બાળકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે જ્યારે ત્રણ બાળકોની હોસ્પિટલમાં જ સારવાર કરવામાં આવી રહી છે.

ડોક્ટરના જણાવ્યા પ્રમાણે કોરોનાના નવા સ્ટ્રેનના સંક્રમણમાં બાળકો પોઝિટિવ આવી રહ્યા છે. માતા-પિતા કોરોના પોઝિટિવ હોય તેમના જ બાળકો સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. બાળકોની સારવાર માટે ખાસ આઈસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, વડોદરામાં પણ કોરોનાના સંક્રમણ અને પોઝિટિવ કેસોમાં જાેરદાર ઉછાળો થતાં ખાનગી અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ભરાવા લાગી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ બુધવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા શહેરમાં કોવિડ-૧૯ના ૨૯૦ કેસ સામે આવ્યા છે અને તેની સામે ૧૬૫ દર્દીઓ સાજા થયા છે.

જ્યારે રાજકોટ શહેરમાં ૧૭૨ નવા કેસ સામે આવ્યા છે અને ૧૨૯ દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ અને સુરતની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. અમદાવાદ શહેરમાં ૬૧૧ નવા કેસ નોંધાયા છે અને ૫૮૬ દર્દીઓ સાજા થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં ૯ કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં ૬૦૨ કેસ નોંધાયા છે અને ૬૧૦ દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં ૧૪૨ કેસ નોંધાયા છે અને ૯૨ દર્દીઓ સાજા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.