Western Times News

Gujarati News

વડોદરા ઃ અલવાનાકા પાસે જીવતા કારતૂસ અને માઉઝર સાથે એક શખ્સ ઝડપાયો

વડોદરા, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અલવાનાકા પાસે જીવતા કારતૂસ અને માઉઝર (પિસ્તોલ) સાથે ફરી રહેલા એક યુવાનને શહેર એસઓજી પોલીસે માહિતીના આધારે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે માઉઝર (પિસ્તોલ), ત્રણ જીવતા કારતૂસ તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૨૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. આ યુવાન કયા કારણોસર માઉઝર (પિસ્તોલ) લઇને ફરી રહ્યો હતો. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

માંજલપુર પોલીસ સ્ટેશનમાં એસઓજીના એએસઆઇ મનોજભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, એસઓજી પોલીસના પી.આઇ. એસ.જી. સોલંકીની સૂચના અનુસાર એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, એક યુવાન પિસ્તોલ સાથે જી.આઇ.ડી.સી. વડસર રોડ ઉપર બાંકડા ઉપર બેઠો છે. જે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે વોચ ગોઠવી ખાત્રી કરીને યુવાનને એક માઉઝર (પિસ્તોલ) અને ત્રણ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં પિસ્તોલ સાથે ઝડપાયેલ માંજલપુર અલવા નાકા પાસે આવેલ બી-પવન દૂત નગરમાં રહેતો મેહુલ દુષ્યંતરાવ ગોડસે હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મેહુલની પૂછપરછમાં જણાવ્યું હતુ કે, બે વર્ષ પહેલાં તે આ પિસ્તોલ અને જીવતા કારતુસ રાજસ્થાનના ભવાની મંડી ખાતેથી રૂપિયા ૩ હજારમાં લાવ્યો હતો. પોલીસે મેહુલ પાસેથી પિસ્તોલ, ત્રણ જીવતા કારતુસ તેમજ તેની પાસેનો મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૨૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

મેહુલ કયા કારણોસર પિસ્તોલ લઇને ફરતો હતો તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે તેની પાસેથી વધુ વિગતો મેળવવા માટે તેના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે. હાલ આ બનાવ અંગે પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.