એરપોર્ટ પર વાહન ૩ મિનિટથી વધુ ઉભું રહેશે તો દંડ થશે
(એજન્સી)વડોદરા, અમદાવાદ બાદ હવે વડોદરા એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ શરૂ થઈ છે. મુસાફરો માટે લેવા મૂકવા આવતું વાહન ૩ મિનિટથી વધુ ઉભુ રહે તો તેમની પાસેથી ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ટેક્ષી પાર્સિગ વાળા વાહનો પાસેથી પાર્કિંગના ૨૦ રૂપિયા વસુલાત કરવામાં આવી રહી છે.
એટલું જ નહીં, વડોદરા એરપોર્ટ પર વાહનોને મારવાના લોક સાથે લેન મેનેજર પણ મૂકાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોનાના સમયે પાર્કિંગનો કોન્ટ્રાક્ટર ભાગી ગયો હતો, ત્યારબાદ ખાનગી કંપનીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ અપાયો છે. તે સાથે જ હવે પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ શરૂ કરાઈ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ બાદ હવે વડોદરા એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉધાડી લુંટ શરૂ કરાઈ છે. ૧ માર્ચથી ખાનગી કંપનીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાના સમાચાર છે. અગાઉ કોરોનાના સમયે પાર્કિંગનો કોન્ટ્રાક્ટર ભાગી ગયો હતો.
ત્યારબાદ ખાનગી કંપનીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ અપાયો છે. જેના કારણે હવે વડોદરા એરપોર્ટ પર મુસાફરો માટે આવતા વાહન ૩ મિનિટથી વધુ ઊભું રહે તો રૂા. ૫૦૦ દંડ વસૂલવાનું શરૂ કરાયું છે. એટલું જ નહીં, વાહનોને લોક મારવાના લેન મેનેજર પણ મૂકાયો છે.