વડોદરા: એલ એન્ડી ટીનું જુનું બિલ્ડીંગ ધરાશાયી થતાં એકનું મોત: 10 ઘાયલ

વડોદરા, શહેરના છાણી વિસ્તારમાં આવેલી એલ એન્ડ ટી બિલ્ડીંગ ધરાશાઇ થતા એકનું મોત નીપજ્યું છે જ્યારે દસ લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે ફાયર વિભગાના કર્મચારી અને રાહતકર્મી ઘટના સ્થળે પહોંચી ગયા છે. અને રાહત કામગીરી શરૂ કરી દધી છે. દરમિયાન બિલ્ડીંગનો એક ભાગ તૂટી પડતા દોડધામ મચી ગઇ હતી.બિલ્ડિંગના કાટમાળ નીચે દસથી વધારે મજૂરો દટાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે હજુ બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહોંચી ગયું છે.