વડોદરા કપુરાઈ ચોકડી પાસે અકસ્માત થતાં ૩ કોરોના વોરિયર્સના મોત
વડોદરા: વડોદરા નેશનલ હાઇવે કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજયા હતા કારમાં ફસાઈ ગયેલા મૃતદેહોને બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અશોક ગોદાણી, સંજય ગોદાણી અને રાજુ ગોંડલિયાનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં ત્રણેય યુવાનોના મૃતદેહ કારમાં ફસાઈ જતાં ફાયર બ્રિગેડની મદદ બહાર કાઢ્યા હતા. અકસ્માતની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વરસ્યો હોવાથી સુરતથી અનેક સેવાભાવી યુવકો પોતાના વનતમાં સેવા આપવા પહોંચ્યા છે. આવા જ સુરતના ત્રણ યુવકો અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.૩૬), સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. ૨૭) અને રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. ૪૨) સૌરાષ્ટ્રમાં સેવા કરવા ગયા હતા. તેઓ સૌરાષ્ટ્રથી સુરત પરત કારમા ફરી રહ્યાહતા. ત્યારે વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં તેણે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો.
દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકુ આવી જતાં તેઓએ પોતાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. હોવાથી અકસ્માત સર્જાયો હતો ચાલકે ડ્રાઇવીંગ ઉપરથી કાબુ ગુમાવતાજ કાર રોડ વચ્ચેનો ડીવાઇડર કૂદી રોંગ સાઇડઉપર આવી ગઇ હતી. અને તેજ સમયે અમદાવાદથી સુરત તરફ જઇ રહેલી ટ્રકમાં કાર ભટકાઇ હતી. આ બનાવને પગલે હાઇવે ઉપરનો વાહન વ્યવહાર પણ અડધો કલાક માટે ખોરવાઇ ગયો હતો.
વહેલી સવારે બનેલા આ બનાવની જાણ થતાં જ લોકો તેમજ પસાર થતા લોકો દોડી ગયા હતા. આ સાથે પાણીગેટ પોલીસે મોતને ભેટેલા યુવાનાની કારમાંથી મળેલા લાયસન્સ સહિતના દસ્તાવેજાેના આધારે તેમના પરિવારને બનાવની જાણ કરી હતી. પોલીસે બનાવની જાણ કરતાં જ સુરતથી પરિવારજનો વડોદરા દોડી આવ્યાં હતાં. બીજી બાજુ પાણીગેટ પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.