Western Times News

Gujarati News

વડોદરા કોર્પાેરેશનના 100 કરોડના બોન્ડ સામે 1007 કરોડની અરજી મળી

વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા રૂ.૧૦૦ કરોડના બોન્ડ બહાર પાડવાની મંજૂરી સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ આપ્યા બાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઈલેક્ટ્રોનિક બિડીંગ કરવામાં આવતા ઈસ્યુ સાઈઝથી ૧૦.૭ ગણો વધુ ભરાયો હતો.

૩૬ રોકાણકારોએ રસ દાખવતાં રૂપિયા સો કરોડની કિંમતના બોન્ડ સામે દસ ગણી વધુ રકમ માત્ર એક કલાકમાં જ ભરાઈ ગઈ હતી. ૧૧ વાગે તો એક સેકન્ડમાં ૪૫૨ કરોડ ભરાયા હતા. ૧૨ વાગે ઈસ્યુનો સમય પૂર્ણ થતાં રૂપિયા ૧૦૦૭ કરોડ બોન્ડની રકમ ભરાઈ હતી, જેમાં ૭.૧૫ ટકાનું વ્યાજ ચૂકવવામાં આવશે તેમ મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું.

વડોદરા મ્યુનિ.કોર્પાેરેશનના બોન્ડ ૭.૧૫ ટકાના દરે સબસ્ક્રાઈબ થયેલ જે આજ દીન સુધી મ્યુનિસિપલ બોન્ડની કેટેગરીમાં સૌથી ઓછા દરનું છે. બોન્ડ કોરોના જેવા કપરા કાળ તથા વૈશ્વિક પરિસ્થિતિ વિપરિત હોવા છતાં વીએમસીના બોન્ડને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

૩૧મી માર્ચ ૨૦૨૨ પહેલા બોન્ડથી સો કરોડ મેળવવામાં સફળતા મળતાં ભારત સરકાર તરફથી ૧૩ કરોડ વીએમસીને મળશે. મેયર કેયુર રોકડિયાના જણાવ્યા અનુસાર ૨૦૧૭માં પૂનામાં બોન્ડ બહાર પડાયા હતા, તેનો સરકારી રેટ ૬.૫૦ ટકા હતો, તેની સામે ૭.૬૦ ટકાએ બોન્ડ ભરાયો હતો. અમદાવાદ અને સુરતના પણ બોન્ડ ૨૦૧૯માં બહર પાડવામાં આવ્યા હતા.

જેમાં સરકારી રેટ ૭.૨૦ ટકાથી ૭.૩૫ ટકા હતો. એની સામે ૮.૭૦ ટકાની આસપાસના બોન્ડ ભરાયા હતા. આજની પરિસ્થિતિમાં ગત વર્ષે ગાઝિયાબાદનો બોન્ડ ભરાયો હતો. જેમાં સરકારી રેટ ૬.૩૦ ટકા હતો. તેની સામે ૮.૧૦ ટકાના રેટથી બોન્ડ ભરાયો હતો. હાલમાં ૬.૩૦ ટકા તો. તેની સામે ૮.૧૦ ટકાના રેટથી બોન્ડ ભરાયો હતો.

હાલમાં ૬.૩૩ ટકા સરકારી રેટ છે એની સામે ૭.૧૫ ટકાએ એટલે માત્ર ૦.૮૫ ટકા વધુ વ્યાજ ચુકવીને તમામ કોર્પાેરેશનને રૂપિયા મળી રહ્યા છે. એના વ્યાજની ઉપર ૧૩ કરોડ રૂપિયા ઈન્સેન્ટીવ પણ સરકાર આપી રહી છે. એટલે આ વ્યાજ દર અંદાજે ૪.૫૫ ટકા જેટલું ઓછું થશે. જે બેન્ક એફડી કરતાં પણ સસ્તુ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.