વડોદરા – ગોધરા રેલવે લાઈનના રેલવે ક્રોસિંગ નંબર ૧૭ ઉપર નિર્માણ થયેલ પુલનું આજે લોકાર્પણ
વડોદરા, રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જરોદ-સમલાયા -સાવલી માર્ગ ઉપર વડોદરા – ગોધરા રેલવે લાઈનના રેલવે ક્રોસિંગ નંબર ૧૭ ઉપર નિર્માણ થયેલ પુલનું આવતીકાલ તા.૩૦.૦૪.૨૦૨૨ ને શનિવારના રોજ સાંજના ૫.૦૦ કલાકે માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે સમલાયા ખેડૂત કોટન જીન,સમલાયા ખાતે લોકાર્પણ કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઈનામદાર,માર્ગ મકાન વિભાગના સચિવ ઉપસ્થિત રહેશે.