વડોદરા જિલ્લાના આઠ સ્થળે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
વડોદરા, આવતીકાલ તા.૨૬ એપ્રિલ-૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૯.૦૦ કલાકે વડોદરા જિલ્લાના બહીધરા, વરસડા, ભીલાપુર, પીપળીયા, ઓઝ, માલસર, અણખી અને સરસવણી ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.
સાવલી, ડેસર, ડભોઇ, વાઘોડીયા, કરજણ, શિનોર, વડોદરા ગ્રામ્ય અને પાદરા સહિત આઠ તાલુકાના આઠ ગામ ખાતે યોજનાર આ કાર્યક્રમોમાં આજુબાજુના વિસ્તાર સહિતના ૧૧૦થી વધુ ગામના નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ મળશે. વિવિધ સેવાઓ સાથે રાજય સરકાર નગારિકોને દ્વાર આવતી હોય, લોકોને આવશ્યક સેવાઓ માટે તાલુકા કે જિલ્લા મથક સુધી જવાની જરુર નહિ રહે.
સાવલી તાલુકાના બહીધરા (નટવરનગર પ્રાથમિક શાળા) ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં બહીધરા (નટવરનગર), રાણીપુરા, વાંકાનેર, સામંતપુરા, સરદારપુરા, મેવલીયાપુરા, ભાદરવા, પરથમપુરા(ખા), જાલમપુરા, રાણીયા, ખાંડી, પોઇચા(રા), મોકસી અને મહાપુરા સહિત ૧૪ ગામના નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ મળશે.
ડેસર તાલુકાના વરસડા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં વરસડા (કોઠારા, મેરાકુવા, શાહેપુરા), ડુંગરીપુરા, વાઘપુરા અને ત્રાંસિયા સહિત ૪ ગામના નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ મળશે.
ડભોઇ તાલુકાના ભીલાપુર પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં ભીલાપુર, વણાદરા, નવાપુરા, વાયદપુરા, પલાસવાડા, માવલી, ભાવપુરા, કડધરા, કરધરાપુરા, અબદુલ્લાપુરા, કુંઢેલા, રસુલપુરા, મોસમપુરા, મહોમદપુરા, વાલીપુરા, સેગુવાડા, મલ્હારપુરા, કુંવરવાડા સહિત ૧૮ ગામના નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ મળશે.
વાઘોડીયા તાલુકાના પીપળીયા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં અલવા, ભાડોલખુર્દ, ચીપડ, નવી જાંબુવાઇ, ગજાદરા, આમોદર, પવલુપુર, ઉમરવા, પીપળીયા, મસ્તુપુરા, રોપા, કમલાપુરા, દત્તપુરા, લીમડા અને મઢેલી સહિત ૧૫ ગામના નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ મળશે.
કરજણ તાલુકાના ઓઝ પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં ઓઝ, રારોદ, અરજનપુરા, પુરા, મોટી કોરલ, નાની કોરલ, આલમપુરા, સગડોળ, સાયર, લીલોડ, માલોદ, બકાપુર, રોપા, કહોણા, ફતેપુર, દેરોલી, સોમજ, દેલવાડા અને હિરજપુરા સહિત ૧૯ ગામના નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ મળશે.
શિનોર તાલુકના માલસર પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં શિનોર, માલસર, સુરાશામળ, માંડવા, દામાપુરા, મીઢોળ અને મોટા ફોફળીયા સહિત ૭ ગામના નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ મળશે.
વડોદરા ગ્રામ્ય તાલુકાના અણખી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં પોર, કાશીપુરા, રમણગામડી, ચાપડ, તલસટ, મારેઠા, મુઝારગામડી (મારેઠા), ચિખોદ્રા, વોરાગામડી (ચિખોદ્રા), ઇટોલા, ગોસીન્દ્રા, ઇટીયા(મે), સરાર, વરણામા, ફતેપુરા (વરણામા), ખલીપુર, કરાલી, વડસાલા, રુવાંદ, અણખી, ફાજલપુરા (અ), સુંદરપુરા, રામનાથ, કજાપુર, ઉટીયાકજાપુરા, દોલતપુરા(ક), રસુલપુરા(ક), રાભીપુરા, આલમગીર, શાહપુરા, અજીતપુરા (શાહપુરા) અને હાંસાપુરા (શાહપુરા) સહિત ૩૨ ગામના નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ મળશે.
પાદરા તાલુકાના સરસવણી ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં સરસવણી, કોઠવાડા, મેઢાદ, હુસેપુર, વિરપુર, ઠીકરીયા, મુબારક, શિહોર, ઘાયજ, ચાણસદ, દરાપુરા, પાટોદ, મદાપુર, સારેજા, ગોરીયાદ અને સોખાદાખુર્દ સહિત ૧૬ ગામના નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ મળશે.
સંબંધિત ગ્રામજનોને સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા કલેકટર શ્રી અતુલ ગોરે અનુરોધ કર્યો છે.