વડોદરા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1967 લાભાર્થીઓને ટ્રેકટર સહાય
ગુજરાત વિધાનસભા ખાતે વડોદરા જિલ્લામાં ટ્રેકટર સહાય માટે અરજીઓ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં વડોદરા જિલ્લામાં 1967 લાભાર્થીઓને ટ્રેકટર સહાય ચૂકવાઈ છે.
વડોદરા જિલ્લામાં 4555 અરજીઓ આવી હતી તે પૈકી 1967 અરજીઓ મંજૂર કરાઇ હતી. આ યોજના હેઠળ વિવિધ ટ્રેકટરો માટે રૂપિયા ૪૫ હજાર કે તેના ૨૫ ટકા અને રૂ 60 હજાર કે તેના 25 ટકા બેમાંથી જે ઓછુ હોય તે ચૂકવાય છે. અરજી માટે ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર કરેલ અરજીની નકલ, 7-12 અને 8-અના ઉતારાની નકલ, બેંકની પાસબુક, આર.સી.બૂક વીમની નકલ અને એસ.સી., એસ.ટી. જ્ઞાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે.