વડોદરા જિલ્લા કલેકટરે કરી યુગ પુરુષોની ભાવ વંદના
વડોદરા: મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજી એ વર્તમાન ભારતને ઘડનારા યુગ પુરુષો છે. બીજી ઓક્ટોબર એ આ બંને મહાપુરુષોનો જન્મ દિવસ છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે એ બંને મહાપુરુષોની નત મસ્તકે ભાવ વંદના કરી હતી. એમણે મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે બાપુ પ્રતિમાને અને લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે જય જવાન, જય કિસાન સૂત્રના દાતા શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી, પોતાનો આદર વ્યક્ત કર્યો હતો.