વડોદરા : જેસીબી મશીનના ટાયર નીચે બાળક કચડાયો
અમદાવાદ: વડોદરાના વડસર બ્રીજ (Vadodara Vadsar Bridge) પર એકટીવા પર સવાર માતા-પુત્રને બેફામ જઇ રહેલા હાઇડ્રા જેસીબીના (Hydra JCB accident with Activa) ચાલકે અડફેટે લેતા બહુ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માતાની નજર સામે ચાર વર્ષના માસૂમ બાળકના માથા પર હાઇડ્રાનું ભારે ભરખમ ટાયર ફરી વળતા કચ્ચરઘાણ બોલાઇ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.
બનાવને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. નો-એન્ટ્રીના સમયે પણ વડોદરા શહેરમાં બેફામ ફરતા ભારદારી વાહનો પર એક્શન કયારે લેશે ટ્રાફિક વિભાગ તેવા સવાલો ઉઠી રહ્યા છે. બીજીબાજુ, નજર સામે જ પોતાના પુત્રનું મોત જાનાર માતા આઘાતમાં બેભાન થઇ ઢળી પડી હતી. તો, સ્થાનિક લોકોમાં પણ માસૂમ બાળકના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના વડસર બ્રીજ નજીક આવેલી અક્ષર રસિડેન્સીમાં રહેતા સંજય સાહુના પત્ની (Akshar residency Sanjay Sahu’s wife going to Manjalpur area Ambe School to pick up his 4 year son) આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં માંજલપુર સ્થિત અંબે સ્કૂલમાં અભ્યાસ કરતા સાડા ચાર વર્ષના પુત્ર અનચરિતીકને લેવા માટે પહોંચ્યાં હતા. પુત્રને સ્કૂલથી લઇને માતા-પુત્ર બન્ને એક્ટિવા પર ઘરે જવા માટે નીકળ્યા હતા.
દરમ્યાન વડસર બ્રીજ પરથી પસાર થતા સમયે બેફામ રીતે હંકારી રહેલા હાઇડ્રા જેસીબીના ચાલકે એકટીવાને અડફેટે લીધુ હતુ, જેને પગલે માતા અને પુત્ર બંને જમીન પર જારદાર રીતે પટકાયા હતા, એટલામાં તો, હાઇડ્રા જેસીબીનું પાછળનુ મોટુ વ્હીલ સાડા ચાર વર્ષ માસૂમ બાળકના માથા ઉપર ફરી વળ્યું હતું. હાઇડ્રાનુ ભારે ભરખમ ટાયર માસૂમ બાળકના માથા ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.
માતાની નજર સામે જ પુત્રએ અંતિમ શ્વાસ લેતા તે બેભાન થઇ ઢળી પડી હતી. અકસ્માતને પગલે રાહદરીઓની ભારે ભીડ એકઠી થતાં બેભાન થઇ ગયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અવારનવાર નો-એન્ટ્રીના સમયે બેફામ ફરતા ભારદારી વાહનો પર અકુંશ મેળવવામાં શહેર ટ્રાફિક પોલીસ સદંતર નિષ્ફળ સાબિત થઇ છે ત્યારે આજે લોકોએ ટ્રાફિક પોલીસ પરત્વે પણ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી તપાસ હાથ ધરી હતી.