વડોદરા: દારૂની મહેફિલ માણતા બે શખ્સ સહિત ૩ ઝડપાયા
વડોદરા, વડોદરા શહેરના મકરપુરા ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં કંપનીમાં દારૂની મહેફિલ માણતા બે શખસ સહિત ૩ને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે આ માટે જગ્યા પુરી પાડનાર અને દારૂ આપનાર તેમજ વાહન આપનાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કંપનીના માલિક બે શખસોને “તમે મહેફિલ શરૂ કરો હું આવું છું” તેમ કહી ગયા બાદ પોલીસ ત્રાટકી હતી. માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પોલીસને ગત મોડી રાત્રે બાતમી મળી હતી કે, મકરપુરા જયંત ઓઇલ મીલની બાજુમાં આવેલ શેડ નંબર ૧૧૬ પટેલ કોર્પોરેશન નામની કંપનીમાં બેથી ત્રણ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે.
જેથી પોલીસે કંપનીમાં દરોડો પાડતા ઓફિસમાં બેસી દારૂની મહેફિલ માણતા હર્ષ વિનેશભાઇ ડેડકિયા (રહે. સુરામી અલ્ટીસ, મનીષા ચોકડી, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા અને હેનીલ વિનુભાઇ સાકરિયા (રહે. રાધે ગોવિંદ સોસાયટી, વ્રજધામ મંદિર નજીક, માંજલપુર, વડોદરા) નશાની હાલતમાં ઝડપાયા હતા.
ત્યાર બાદ પોલીસે કંપનીના માલિક નિરજસિંહ કલ્યાણસિંહ યાદવને પણ ઝડપી પાડ્યો હતો. દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા શખસોએ પોલીસને જણાવ્યું હતું કે, કંપનીના માલિક નિરજસિંહ કલ્યાણસિંહ યાદવ (રહે. ગીરધરપાર્ક, મકરપુરા ડેપો પાછળ, વડોદરા)એ દારૂની પાર્ટી માણવા માટે જગ્યા પુરી પાડી હતી અને તમે દારૂની મહેફિલ કરો હું થોડીવારમાં તમારી સાથે દારૂની મહેફિલમાં આવું છું તેમ કહીને ગયા હતા.
દારૂની બોટલ અંગે હર્ષ ડેડકિયાએ કહ્યું હતું કે, મકરપુરા ખાતેથી મનોજભાઇ નામના વ્યક્તિ પાસેથી તે દારૂની બોટલ લાવ્યો હતો.
મહેફિલ માણતા ઝડપાયેલ હર્ષ ડેડકિયા વર્ના કાર લઇને આવ્યો હતો. જેની નંબર પ્લેટ ન હતી. તેમજ કાર પર પ્રેસ અને કારની અંદર ડેસબોર્ડ પર ભાજપનો ખેસ જાેવા મળ્યો હતો. જ્યારે અન્ય એક સફેદ રંગની મહિન્દ્રા રેક્ષટોન કંપનીની ગાડીની તપાસ કરતા તેમાંથી ડ્રાયવરની સીટ નીચેની દારૂની એક બોટલ મળી આવી હતી. જ્યારે કારના ડ્રોવરમાંથી પણ એક દારૂની બોટલ મળી હતી.
આ બંને બોટલના સીલ પણ તુટેલ હતા. દરમિયાન પાર્કિંગમાંથી સફેદ રંગની એક્ટિવા અને પેશન પ્રો બાઇક જપ્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે દારૂની બોટલો, કાર, મોબાઇલ સહિત કુલ ૧૦ લાખ ૩૩ હજાર ૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીઓમાં હર્ષ વિનેશભાઇ ડેડકિયા (રહે. સુરામી અલ્ટીસ, મનીષા ચોકડી, ઓલ્ડ પાદરા રોડ, વડોદરાહેનીલ વિનુભાઇ સાકરિયા (રહે. રાધે ગોવિંદ સોસાયટી, વ્રજધામ મંદિર નજીક, માંજલપુર, વડોદરા) કંપનીના માલિક નિરજસિંહ કલ્યાણસિંહ યાદવ (રહે. ગીરધરપાર્ક, મકરપુરા ડેપો પાછળ, વડોદરા) દારૂ આપનાર મનોજ (રહે. મકરપુરા, વડોદરા) સામેલ છે.HS