વડોદરા દુષ્કર્મમાં પીએમ રિપોર્ટ: શ્વાસ રૂંધાવાથી મોત
વડોદરા, શહેરમાં સામૂહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં વેકિસન ગ્રાઉન્ડ ઉપર દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ કરેલી આત્મહત્યાના ચકચારભર્યા બનાવમાં યુવતીના મૃતદેહના પોસ્ટમોર્ટમના ફાઇનલ રિપોર્ટમાં યુવતીનું મોતનું કારણ શ્વાસ રૂંધાવાથી થયુ હોવાનું દર્શાવાયું છે.
જેના લીધે હવે યુવતીની હત્યા કરવામાં આવી હોવાની શંકા હવે અસ્થાને હોવાનું રેલવે એસપી પરીક્ષીતા રાઠોડે જણાવ્યુ હતુ. ૨૯ ઓક્ટોબરના રોજ યુવતી સાથે થયેલા સામુહિક દુષ્કર્મના એક માસ બાદ પણ આરોપીઓ આઝાદ ફરી રહ્યા છે.
આ કેસમાં એસઆઈટીની રચના બાદ પણ કોઈ સફળતા મળી નથી. અત્રે નોંધનીય છે કે વડોદરામાં સામૂહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં હજુ સુધી પોલીસ આરોપીઓ સુધી પહોચી શકી નથી. ૨૫-૨૫ દિવસો વીત્યા હોવા છતાં પણ કોઈ સુરાગ મળ્યા નથી. આ ઘટનામાં રેલવે પોલીસને બાતમીદારો ઉભા કરી તપાસ કરવા સુચના અપાઈ છે.
એસઆઈટીએ દુષ્કર્મની ધટના સમયે વેક્સિન ગ્રાઉન્ડ પાસે એક્ટીવ મોબાઈલનું પણ એનાલિસીસ કર્યુ છે. ૫૩ જેટલા મોબાઈલ શંકાસ્પદ જણાયા જે અલગ તારવવામાં આવ્યા છે. તમામ મોબાઈલ ધારકોના નિવેદનો લેવાયા છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે વડોદરામાં સામૂહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં વેકિસન ગ્રાઉન્ડ ઉપર દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીનો કેસ વધુને વધુ ઉકેલી રહ્યો છે. ઘટનામાં ભોગ બનનાર યુવતી બળાત્કારનો ભોગ બન્યા પછી નવસારી પોતાના ઘરે ગઇ હતી. જયાંથી તા.૩જીના રોજ રાત્રે વલસાડ ખાતે ટ્રેનના કોચમાં જ જીવાદોરી ટૂંકાવી હતી.
આ કેસને ઉકેલવા માટે યુવતીના મૃતદેહનુ પીએમ હાથ ધરાયું હતુ. પરંતુ પરિણામ શૂન્ય મળ્યું હતું. પરંતુ તેનો ફરીવાર આજે રિપોર્ટ આવ્યો હતો. ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઝ ઓફ ડેથ (મોતનું કારણ)માં યુવતીનું શ્વાસ રૂંધાવાથી મોત થયુ છે. યુવતીના ગળે વી શેપના નિશાન એ ફાંસાના હોઇ શકે છે. નિષ્ણાંતોના મતે ગળુ દબાવ્યુ હોય તો ગોળ નિશાન પડે છે.
પરંતુ ફાંસાના લીધે શ્વાસ રૂંધાવાથી યુવતીનું મોત નિપજયુ હોવાનો રિપોર્ટ આવી જતા હવે યુવતીની હત્યા કરવામાં આવી હોવાની શંકાને કોઇ સ્થાન રહેતુ નથી તેવુ રેલવે એસપી પરીક્ષીતા રાઠોડે જણાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીયછે કે તાજેતરમાં જ વડોદરામાં સામૂહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં એક વિડીયો વાઇરલ થયો હતો.
જેમાં યુવતીના ફાંસો ખાધેલી હાલતમાં બતાવાઇ હતી. જેમાં યુવતીના પગ કોચની ફર્સને અડકેલા બતાવાયા હતા. વીડિયોને જાેતા દરેકના મનમાં યુવતીની હત્યા કરી લટકાવી દેવામાં આવી હોવા તરફ શંકા દર્શાવાઇ હતી. જાેકે હવે યુવતીએ આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ થઇ ગયુ છે. યુવતીના શરીર પરના ઇજાના નિશાન તેની ઉપર દુષ્કર્મ તરફ ઇશારા કરે છે.SSS