Western Times News

Gujarati News

વડોદરા દુષ્કર્મ કેસ: આરોપી અશોકનો પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ

વડોદરા, વડોદરાના હાઇપ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી અશોક જૈનની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં તેના વિવિધ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.

આ દરમિયાન અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જાેકે, વડોદરાના તબીબી બે કલાકની મહેનત છતાં અશોક જૈનના સ્પર્સના નમૂના લઈ શક્યા ન હતા. વડોદરા ખાતે પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ રહ્યા બાદ હવે અશોક જૈનને ટેસ્ટ માટે અમદાવાદ ખાતે લઈ જવામાં આવશે. બીજી માટે ડીએનએ માટે જરૂરી લોહીના નમૂના લઈ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગોત્રી હૉસ્પિટલ હવે વધુ બ્લડ ટેસ્ટ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. હરિયાણાની યુવતી પર બળાત્કારના કેસમાં મુખ્ય આરોપી ફરિયાદ નોંધાયાના દિવસથી ફરાર થઈ ગયો હતો. અશોક જૈન ૧૯ દિવસ બાદ બે દિવસ પહેલા પાલીતાણા ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડના બે દિવસ પહેલા જ તે વડોદરા આવ્યો હતો.

આ દરમિયાન પોલીસ તપાસમાં સીસીટીવી કેમેરામાં અશોક જૈન જાેવા મળ્યો હતો. શહેરમાં અશોક જૈનની હાજરીને પગલે પોલીસ ખાનગી રાહે તપાસમાં લાગી હતી. જાેકે, પોલીસ ધરપકડ કરે તે પહેલા જ તે ફરીથી ફરાર થઈ ગયો હતો. જે બાદમાં પોલીસે તેમના પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરી હતી. જે બાદમાં પોલીસને અશોક જૈન પાલીતાણા તરફ ગયાની ટીપ મળી હતી.

ટીપને આધારે પોલીસ પાલીતાણામાં ગોઠવાઈ ગઈ હતી. પોલીસને મળેલી બાતમીને પ્રમાણે જ અશોક જૈન ત્યાંથી જ મળી આવ્યો હતો. એવી પણ માહિતી મળી છે કે અશોક જૈન પોલીસના હાથે ઝડપાઈ ન જવાય તેના ડરે નાણાણી લેવડ દેવડ માટે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતો ન હતો.

તે રોકડ વ્યવહાર જ કરતો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અશોક જૈન ભાગ્યો ત્યારે તે સાથે પાંચ લાખ રૂપિયાની રોકડ લઈ ગયો હતો. આ કેસમાં અન્ય એક આરોપી રાજુ ભટ્ટ અને તેને ભાગવામાં મદદ કરનાર કાનજી મોકરિયાની પહેલા જ ધરપકડ થઈ ચૂકી છે.

આ મામલે પોલીસે માહિતી આપતા કહ્યુ હતું કે, ફરાર થઈ ગયા બાદ અશોક જૈન ફક્ત તેના ભત્રીજાના સંપર્કમાં હતો. જાેકે, તે પોતાના ફોનમાથી નહીં પરંતુ અન્ય કોઈ વ્યક્તિના ફોનમાંથી તેના ભત્રીજાને ફોન કરતો હતો, જેનાથી પોલીસની પકડમાંથી બચી શકાય. પોલીસે એવી પણ જાણકારી આપી હતી કે અશોક જૈનની ધરપકડ માટે તેના છેલ્લા એક વર્ષની કૉલ ડિટેલ તપાસવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.