Western Times News

Gujarati News

વડોદરા નજીક નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલુ ટેન્કર પલટી ખાતાં ટ્રાફિક ડાયવર્ટ કરાયો

વડોદરાઃ વડોદરા નજીક નેશનલ હાઇવે પર જ્વલનશિલ કેમિકલ ભરેલુ ટેન્કર પલટી ખાઇ જતા નેશનલ હાઇવે પર 10 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. સવારે લગભગ 6.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અમદાવાદથી આવતા વાહનનોને વડોદરા શહેર તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. જના કારણે અમદાવાદથી વડોદરા તરફ જતાં વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા.  ફાયર બ્રિગેડ દ્વારા 12 જેટલા ટેન્ડર ફર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો.

દરજીપુરા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર હર્ષવર્ધન પુવારે જણાવ્યું હતુ કે, ટેન્કર પલટી ખાઇ ગયો હોવાનો કોલ મળતા જ અમે સ્થળ પર પહોંચી ગયા હતા. અને જ્વનલશિલ કેમિકલ હોવાથી અમારી ટીમે સતત ફર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. નેશનલ હાઇવે પરથી ટેન્કરને હટવવા માટે 6 ક્રેનોને કામે લગાવવામાં આવી છે. ટેન્કર પલટી ખાઇ ગયુ હોવાથી તેને સીધુ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ક્લોરોફોર્મ કેમિકલ પડેલુ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદથી સુરત તરફ જતી જ્વલનશિલ ક્લોરોફોર્મ કેમિકલ ભરેલુ ટેન્કર દેણા ચોકડી પાસે સવારે 6:30 વાગ્યાની આસપાસ પલટી ખાઇ ગયુ હતું. જેને પગલે ટેન્કરમાંથી ક્લોરોફોર્મ કેમિકલ લીકેજ થવા લાગ્યું હતું. ઘટનાની જાણ થતાં જ દરજીપુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને 15 જેટલા કર્મચારીઓની ટીમે સતત ફર્મનો મારો ચલાવવાનું શરૂ કરી દીધુ હતું. અને અમદાવાદથી સુરત તરફનો રસ્તો પર બંધ કરાવી દીધો હતો.

અમદાવાદથી આવતા વાહનોને વડોદરા શહેરમાં ડાયવર્ડ કરી દેવામાં આવ્યા હતા. જેથી વડોદરાના સમા-સાવલી રોડ ઉપર પર ટ્રાફિકજામ સર્જાયો હતો. અને નેશનલ હાઇવે ઉપર એક્સપ્રેસ હાઇવેથી નેશનલ હાઇવે સુધી 5 કિ.મી. અને દેણાથી સુરત તરફ 5 કિ.મી. મળીન 10 કિ.મી. જેટલો ટ્રાફિકજામ થઇ ગયો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.