વડોદરા ની ટીમ નારી ધ્વારા કપડવંજના નિમિષાબેન ત્રિવેદીને સોશિયલ એક્ટિવિટી બદલ સન્માન
સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) મહિલા પાંખના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને કપડવંજ મોઢ બ્રાહ્મણ મહિલા સમાજના મંત્રી નિમિષાબેન સિતાંષકુમાર ત્રિવેદીને વડોદરા ખાતે સયાજી બાગ અમફી થિયેટર ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે ગુજરાતની ૨૫ જેટલી વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર મહિલાઓમાં નિમિષાબેન ત્રિવેદીને સોશિયલ એક્ટિવિટી બદલ વડોદરા ના મેયર જીગીશાબેન શેઠ ના હસ્તે સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું ટીમ નારી સંસ્થા ધ્વારા ખેડા જિલ્લાની અને કપડવંજની એકમાત્ર મહિલા નિમિષાબેન ત્રિવેદીને આ સન્માન આપવામાં આવ્યું હતું તેઓના આ સન્માન બદલ વિવિધ મહિલા સંગઠનોએ અભિનંદન પાઠવ્યા હતા