વડોદરા મંડળના આંગણામાં ફરી ‘ગુંજ્યો છુક છુક’નો અવાજ
વડોદરાના ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ બિલ્ડિંગની શતાબ્દી ઉજવણીનો શુભારંભ
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આવેલ ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ બિલ્ડિંગ તેની સ્થાપનાની 100 મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ ગૌરવપૂર્ણ ક્ષણમાં, ડિવિઝનલ સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમની અધ્યક્ષતા ડીઆરએમ શ્રી અમિત ગુપ્તાએ કરી હતી અને આ પ્રસંગે મુખ્ય અતિથિ વડોદરા હેરિટેજ ટ્રસ્ટના ચેરમેન શ્રી સમીર ખેરા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સિનિયર ડિવિઝનલ મિકેનીકલ એન્જિનિયર શ્રી ભજન લાલ મીણાએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ઇમારતનું નિર્માણ નવેમ્બર 1919 માં ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવેના વહીવટી બિલ્ડિંગ તરીકે શરૂ થયું હતું અને તે સપ્ટેમ્બર 1921 માં પૂર્ણ થયું હતું. આ બિલ્ડિંગના નિર્માણનો ખર્ચ રુ.180796 થયો હતો અને તેનો કુલ વિસ્તાર 1794 ચોરસ મીટર છે. તે ઉચ્ચ ગુણવત્તાની રેતી અને ચૂનાના મોર્ટારથી બનાવવામાં આવે છે જે 100 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ સંપૂર્ણપણે સલામત છે.
કાર્યક્રમની શુભારંભ હિલીયમ બલૂનની સ્થાપનાની સાથે કરવામાં આવ્યો હતો તથા ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અમિત ગુપ્તા અને પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, વડોદરાની અધ્યક્ષા શ્રીમતી અંજુ ગુપ્તા દ્વારા વડોદરા ડિવિઝનમાંથી નિવૃત્ત થયેલા પાંચ વરિષ્ઠ પેન્શનરો રેલવે કર્મચારીઓ પુષ્પાહાર, શાલ અને શ્રીફળ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતાં
ખાસ નોંધનીય છે કે આમાં 30 વર્ષથી વધુ સમય પહેલાં નિવૃત્ત થયેલા વરિષ્ઠ રેલવે કર્મિઓનું સન્માન કરાયું હતું , જેમાં 30 જૂન 1984 ના રોજ શ્રી કાર્યાલય અધિક્ષક તરીકે નિવૃત થયેલા શ્રી આર.ડી.પટેલ, 30 એપ્રિલ 1985 ના રોજ નિવૃત્ત થયેલા એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ શ્રી ઉમેદ પટેલ, 31 માર્ચ 1988.ના રોજ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટના પદેથી નિવૃત થયેલા
શ્રી નગીનદાસ સી પનીર વાલા, અને 28 ફેબ્રુઆરી, 1989 ના રોજ ઓફિસમાંથી નિવૃત્ત થયેલા કાર્યાલય અધિક્ષક શ્રી એમ.એલ. પંડ્યાએ તેમના પરિવારના સભ્યો સાથે કાર્યક્રમમાં ભાગ લીધો અને તેમની પંશંસનીય સોવાઓ માટે પુરસ્કૃત કરવા બદલ ડિવિઝનલ રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડીઆરએમ શ્રી ગુપ્તાએ આ પ્રસંગે ડિવિઝનલ ઓફિસમાં નવ સ્થાપિત હેરિટેજ ફોટો ગેલેરીનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ ડિવિઝનલ સ્તરે હેરિટેજ વસ્તુઓની ઓળખ કરી તેને યોગ્ય સુરક્ષા આપવાનો છે જેથી ભાવી પેઢી આ ગૌરવશાળી અતિતનું અવલોકન કરી શકે અને ગૌરવ અનુભવી શકે. કાર્યક્રમના અંતે, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અમરેન્દ્ર કુમાર સિંહે સૌનો આભાર વ્યક્ત કર્યો.