વડોદરા મનપાના પદાધિકારીઓએ પ્રજાના પૈસે ૧૩ મહિનામાં ૬.૪૯ લાખનો ચા-નાસ્તો કરાવ્યો
વડોદરા, વડોદરા મહાનગર પાલિકા મેયર ડે.મેયર સ્થાયી સમીતીના અધ્યક્ષ તથા શાસક પક્ષના નેતા એમ આર મુખ્ય પદાધિકારીઓએ છેલ્લા તેર મહીનામાં ચા અને નાસ્તા પાછળ રૂપિયા ૬.૪૯ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો ઘટસ્ફોટ આરટીઓમાં થયો છે. જેમાં પાલીકાના સ્થાયી સમીતીના ચેરમેન સૌથી વધુ ર.૯૮ લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. જયારે સૌથી ઓછો મેયર દ્વારા કરવામાં આવ્યો છે.
આરટીઆઈ એકિટવીસ્ટે આ ખર્ચાઓ પર કાપ મુકી શહેરીજનોને પ્રાથમીક સુવિધાઓ આપવા પાછળ ખર્ચ કરવાની માંગણી કરી છે.
વડોદરા મહાનગર પાલિકાની સભાના શાખા તરફથી માહિતી અધિકાર અધિનીયમ ર૦૦પ હેઠળ મળતી માહિતી અનુસાર મેયર ચેરમેન, ડેપ્યુટી મેયર તેમજ શાસક પક્ષના નેતા દ્વારા છેલ્લા ૧૩ મહીનામાં ચા-નાસ્તા પાછળ રૂપિયા ૬.૪૯ લાખનો ખર્ચ થયો હોવાનું બહાર આવ્યું છે.
માર્ચ ર૦ર૧થી માર્ચ ર૦રર સુધીમાં ચા,નાસ્તો તેમજ બર્થડે સેલીબ્રેશન પાછળ આ ખર્ચ થયો હોવાની વિગતો સપાટી પર આવી છે. મેયર કેયુર રોકડીયા દ્વારા ૮૯૧૭ર રૂપિયા ડેપ્યુટી મેયર નંદાબેન જાેશી દ્વારા ૧૩૦૦પ૦ રૂપિયા ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ દ્વારા ર૯૮૩૧૩ રૂપિયા તથા શાસક પક્ષના નેતા અલ્પેશ લિમ્બાચીયા દ્વારા ૧૩ર૦૧૯ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ અંગે આરટીઆઈ એકિટવીસ્ટ અતુલ ગામેચીન્એ જણાવ્યું હતું કે, મોઘવારી વચ્ચે સામાન્ય નાગરીક પીસાઈ રહયો છે. આ પરીસ્થિતીમાં શાસકો દ્વારા રૂપિયા ૬૪૯પપ૪ રૂપિયાનો ખર્ચ ચા પાણી નાસ્તા માટે વાજબી નથી.
વડોદરા શહેરમાં સમસ્યાની ભરમાળ સાથે પ્રાથમીક સુવિધાનો અભાવ નજરે ચડી રહયો છ. સમસ્યાઓની રજુઆત માટે આવતી પ્રજા માટે નહી પરંતુ, મુખ્યત્વે રાજકીય લોકો અને મળતીયાઓ પાછળ ચા-નાસ્તાનો ખર્ચ કરવામાં આવે છે.