વડોદરા – મુંબઈ એક્સપ્રેસ વે ની કામગીરીમાં પાણી સ્ટોરેજ માટે બનાવેલ તળાવની પાળ તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યા

ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને નુકશાન થતા ખેડૂતોની વળતરની માંગણી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ:
ભરૂચના દહેગામ વિસ્તાર માં વડોદરા – મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરી દરમ્યાન બનાવાયેલ તળાવના પાળા તૂટતા ખેતરો માં પાણી ફરી વળતા ખેડૂતોમાં વળતરની માંગ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ને કામગીરી દરમ્યાન પાણીના સ્ટોરેજ માટે દહેગામ પાસે હંગામી ધોરણે તૈયાર કરાયેલ તળાવની પાળ તૂટતા આસપાસ ની ૪૦ થી વધુ એકર જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોના ખેતર માં ઉભા પાકને નુકસાન થયું છે.
આ બાબતે રજુઆત કરવા ખેડૂતો કંપનીની ઓફીસ પર પહોંચ્યા હતા.તે દરમ્યાન કંપનીનાં જવાબદાર અમલદારોએ શાંતિથી વાતચીત પણ ન કરતા ખેડૂતોમાં રોષ વધ્યો હતો.ખેડૂતો તેમના ઉભા પાકને થયેલ નુકસાનની વળતર ની માંગણી કરી રહ્યા હતા.
જગતના તાત ધરતીપુત્રો માંડ માંડ હજુ અતિવૃષ્ટિ અને કોરોનાના માર થી ઉપર આવવા મથી રહ્યા છે તેવા સમયે આ અણધારી આવી પડેલ આફત થી મુંઝવણ માં મૂકાયો છે.ત્યારે તંત્ર ખેડૂતોની વળતરની માંગણી પુરી કરે અને બેજવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે તે જરૂરી છે