વડોદરા વિરપુર બસના ચાલકે દારૂના નશામાં ધૂત થતાં રોડ પરના માઈલેજ સાઈન બોર્ડના થાંભલાને અડફેટમાં લીધો
હાલોલ બસ ડેપોની બે દરકારી સામે મુસાફરો જીવ તાળવે ચોંટયા
કંડકટરે બસ ચાલક પર પોલીસ ફરિયાદ નોંધાવી.
પુનમ પગી વિરપુર: મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં વડોદરા વિરપુરના બસ ચાલકે દારૂના નશામાં ધૂત થતાં રોડ પરના થાંભલાને અડફેટમાં લેતાં ભારે ચકચાર મચી ગઇ છે પોલીસ સ્ટેશન દ્વારા મળતી માહિતી મુજબ હાલોલ બસ ડેપોના બસ ચાલક બાબુભાઈ શીવાભાઈ પટેલ વડોદરા વરધરી વિરપુર ની બસ લઈને વડોદરા થી વિરપુર આવી રહ્યાં હતાં
તે દરમ્યાન બસ ચાલકે દારૂના નશામાં ધૂત હોવાથી બસ પરનો સ્ટેરીંગ પાવર ગુમાવી જતાં વિરપુર નગરના જાહેર માર્ગ પરના માઈલેજ સાઈન બોર્ડના થાંભલાને અડફેટમાં લેતા ભારે અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે અંદર બેઠેલા મુસાફરોને કોઈ નુક્સન થયું ન હતું એસટી બસના કંડકટર જોઈતાભાઈ વજાભાઈ ખાટ આ અકસ્માતની જાણ હાલોલ એસટી ડેપો કરી બાદમાં વિરપુર પોલીસ સ્ટેશન બસ ચાલક વિરૂધ્ધ નશામાં ધૂત તેમજ ગફલતભરી રીતે બસ હંકારતા અને અકસ્માત કરતાની ફરીયાદ નોંધાવી હતી
જોકે વિરપુર પોલીસે બસ ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.. તસ્વીર લખાણ- દારૂના નશાના ધુતમા બસ ચાલકે વિરપુરના સાઈન બોર્ડના થાંભલાને અડફેટમાં લીધો તે સમયની તસ્વીર… પુનમ પગી વિરપુર
હાલોલ ડેપો મેનેજર- હેમંત પટેલ આ બાબતની હજુસુધી કોઈ લેખીત રજુઆત આવી નથી જ્યારે લેખીત રજુઆત કે ફરીયાદની કોપી આવશે ત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.