વડોદરા શહેરમાં રખડતા ઢોરને લઈને લોકો પરેશાન
વડોદરા, વડોદરા શહેરમાં રખડતાં પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ વધતાં લોકોમાં નારાજગી જાેવા મળી રહી છે. તો બીજી તરફ મેયર કેયુરભાઈ રોકડીયાએ સંવેદના વ્યક્ત કરવાની સાથે સમસ્યાના નિરાકરણ માટે પશુ નિયંત્રણ કાયદાનું અમલીકરણ અનિવાર્ય બતાવ્યું છે.
સાથે રખડતાં પશુઓના કારણે ઈજાગ્રસ્તોને વળતર બાબતે પણ વિચારણા હાથ ધરી છે.વડોદરા શહેરમાં રખડતાં પશુઓના કારણે અકસ્માતના પગલે લોકો ઈજાગ્રસ્ત થઇ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાર લોકો ઇજાગ્રસ્ત બનતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. આજથી શહેરમાં ઢોર પાર્ટીની આઠ ટીમો કામે લગાડવામાં આવી છે.
રાઉન્ડ ધી કલોક ઢોર પાર્ટીને કામ કરવાની આપી સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે ટીમો ફિલ્ડમાં ના હોય ત્યારે પશુ માલિકો પશુ છોડતા હતા. હવે ટીમો સતત કામ કરશે, અને પશુ પાલક પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ૨૦૧૧ના સર્વે પ્રમાણે શહેરમાં ૧૮૦૦૦ પશુઓ નોંધાયા હતા.
અત્યારસુધીમાં ૧૪૦૦૦ પશુઓનું ટેગિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.વાઘોડિયા રોડ ઉપર એક વિદ્યાર્થીએ રખડતાં પશુઓના કારણે આંખ ગુમાવ્યા બાદ અન્ય બે યુવકો ઇજાગ્રસ્ત બન્યા છે. તદુપરાંત મંગળવારે પણ બાઈક સવાર પરિવારને ગાયે ભેટી મારતા બાઈક ચાલક અને છ વર્ષની બાળકીને ઈજાઓ પહોંચી હતી.
આ અંગે મેયર કેયુર ભાઈ રોકડીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ઘટે છે અને તેમાં ઇજાગ્રસ્ત લોકો બાબતે તંત્રને સંવેદના છે. વડોદરા કોર્પોરેશન શક્ય તેટલી કામગીરી કરી રહ્યું છે. પશુ નિયંત્રણ કાયદો અમલમાં આવે તો રાહત મળવાની શક્યતા છે. વળતર બાબતે હાલ ધારાધોરણ નથી તે અંગે ચર્ચા વિચારણા કરીશું.
વડોદરા શહેરમાં વડોદરાના નાગરિકોને પાલિકાના તંત્રની બેદરકારીના કારણે ઇજા પહોંચે તો વડોદરા કોર્પોરેશન દ્વારા તમામ ઇજાગ્રસ્તોને વળતર આપવું જાેઈએ. તેવી માંગ કોર્પોરેશનમાં પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કરી હતી. તેમણે કહ્યું કે, ઇજાગ્રસ્તને જે રીતે ઇજા પહોંચી હોય તે રીતે તમામને વડોદરા પાલિકા દ્વારા વળતર આપવું જરૂરી છે.SS3MS