Western Times News

Gujarati News

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો

વડોદરા, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી મુક્ત ભારત અભિયાન સંદર્ભે સયાજીગંજ ડેરી ડેન સર્કલ પાસે હલ્લાબોલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દેશમાં પેટ્રોલ-ડીઝલ ગેસ સીલિન્ડર સહિત મોંઘવારી ચરમસીમા પર છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવો આસમાને છે.

ત્યારે ભાવોમાં ઘટાડો કરવાની માંગ સાથે ભાવવધારાનો વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેર જીલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ સહિત અગ્રણીઓ જાેડાયા હતા. અને ધરણા સાથે ભારે સુત્રોચ્ચાર કર્યો હતો. પસાર થનાર લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. આ કાર્યકર્મમાં શહેરીજનો પણ જાેડાયા હતા.

મોંઘવારી મુક્ત અભિયાન અંતર્ગત શહેર પ્રમુખ ઋત્વિક જાેષી, વિરોધ પક્ષના નેતા અમી રાવત સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. કોંગ્રેસ નેતાઓ કાર્યકરોએ હાથમાં બેનરો ગેસ સીલીન્ડરના કટ આઉટ સાથે મોંઘવારીના વિરોધ કરી ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.