Western Times News

Gujarati News

વડોદરા: સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ

વડોદરા, વડોદરાના ગોત્રી રોડ પાણીની ટાંકી વિસ્તારમાં રહેતી સગીરવયની કિશોરી સાથે સુરત ખાતે રહેતા બ્રિજેશ રાજપુત સાથે પ્રેમ સંબંધો પાંગર્યા હતા. અવારનવાર થતી મુલાકાત થયા બાદ બંને વચ્ચે નિકટના સંબંધો પણ બંધાયા હતા. જેમાં ગત તારીખ ૭મી મેના રોજ વડોદરા આવી પહોંચેલા પ્રેમી સાથે સગીર વયની પ્રેમિકા ઘરેથી ફરાર થઈ હતી અને બંને પ્રેમી પંખીડા પાવાગઢ ખાતે પહોંચી ગયા હતા.

પાવાગઢ ખાતે રોકાણ કરનારા પ્રેમી પંખીડા અંગે પરિવારજનોને જાણ થતા, તેઓ પાવાગઢ પહોંચી ગયા હતા. અને પરિવારજનોએ પ્રેમી પંખીડાને પાવાગઢ ખાતે પકડી લીધા હતા. અને બંનેને વડોદરામાં લઈ આવ્યા હતા. અને ગોત્રી પોલીસ મથકે મોકલી આપ્યા હતા. પરિવારજનોએ સગીર વયની પુત્રીને ભગાડી જવાનો આરોપ ધરાવતાં પ્રેમી બ્રિજેશ રાજપુત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સમક્ષ સગીર વયની કિશોરીએ કેફિયત રજૂ કરી હતી કે, પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હતુ. આ સાભળી પરિવારજનો ચોંકી ઉઠ્‌યા હતા.

ગોત્રી પોલીસે ફરિયાદના આધારે બ્રિજેશ સામે અપહરણ, દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બ્રિજેશ રાજપુત હાલ સુરતનો રહેવાસી છે. અને મૂળ ઉત્તરપ્રદેશનો વતની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.