Western Times News

Gujarati News

વડોદરા NDRFના જવાનોએ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત બે ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં યોગદાન

વડોદરા,  રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ – એન.ડી.આર.એફ.ની વડોદરા નજીક જરોદ સ્થિત ૬ ટથી બટાલિયનની ચાર ટીમોના તાલીમબદ્ધ અને સાધનસુસજ્જ જવાનો મહારાષ્ટ્રના ભારે પૂરથી અસર પામેલા વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીમાં જાેડાઈ ગયાં છે. Vadodara Gujarat NDRF teams continue rescue & relief work in flood hit Maharashtra

આ ટીમોને શનિવારે હવાઈ માર્ગે આ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી. ટીમોની કામગીરી અંગે જાણકારી આપતાં નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું કે,આ ટીમો એ ૫ મી બટાલિયન ની ટુકડીઓ સાથે મળીને પૂરના પાણી ફરી વળતા કફોડી સ્થિતિમાં મુકાયેલા આંબેગાવ અને ચીખલી ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવા માં સહયોગ આપ્યો હતો.

આ ગામો રત્નાગીરીને જાેડતા ધોરીમાર્ગ નં.૧૬૬ પર આવેલા છે. સલામત સ્થળે ખસેડવામાં આવેલા લોકોમાં એક સગર્ભા,એક મહિલા,બે વૃદ્ધ દંપતીઓ,બે બાળકો અને એક યુવાન નો સમાવેશ થાય છે. એક ટુકડી હાલમાં સાંગલી ને જાેડતાં વિસ્તારોમાં કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.