વઢવાણમાં પક્ષીઓનો શિકાર કરવા આવેલી મહારાષ્ટ્રની ટોળકી ઝડપાઈ
વઢવાણ, વઢવાણ પંથકમાં આવેલા અભ્યારણ્યમાં હાલમાં વિદેશી પક્ષીઓ આવતા હોઈ આયુર્વેદિક દવા વેચવાના બહાને મહારાષ્ટ્ર પંથકની શિકબારી ટોળકી આવી હોવાની બાતમીના આધારે પોલીસે શિકારી ગેંગને ઝડપી લઈ હથિયારો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે પાટડીના બજાણા વિસ્તારના ઘુડખર અભ્યારણ્ય વિસતારમાં હાલમાં વિદેશી પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં આવતા હોઈ અને પક્ષીઓનો શિકાર થતો અટકાવવા માટે ડીેએેફઓ સહિતનો સ્ટાફ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ હતુ.
દરમ્યાનમાં મહારાષ્ટ્ર પંથકની શિકારી ગેેગ આયુર્વેદિક દવા વેચવાના બહાને શિકાર કરવા આવી હોવાની બાતમીના આધારેે માલવણ ચોકડી પાસે ટ્રેક્ટર નીકળતા અટકાવી તપાસ કરતાં તેમાંથી ગનબોલ-જાળી સહિતના હથિયારો મળી આવતા કબજે કર્યા હતા.
પોલીસે મૂળ મહારાષ્ટ્ર પંથકના અને હાલમાં ગુજરાતભરમાં આયુૃવેદિક દવા વેચવાનો ધંધો કરતા વિક્રમસિંહ ચિરાડીયા, ભગવાનસિંહ ચોહાણ, કોમલસિંહ ચિરાડીયા અને રાજુલસિંહ ચિરાડીયાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.