Western Times News

Gujarati News

વઢવાણમાં ભુસાની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ- અલગ ટીમો બનાવી કડક કાર્યવાહી કરવાની સુચના આપ્યા બાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બલદાણા ગામના બોર્ડ પાસે આવેલી રામેશ્વર હોટલના કમ્પાઉન્ડમાં ટાટા કંપનીનો ટ્રક નંબર વાળામાં ગેરકાયદેસર પરપ્રાંતિય વિદેશી દારૂ ભરેલો હોવાની મળેલી પાકી બાતમીના આધારે અચાનક દરોડો પાડ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળ પરથી ટ્રક ચાલક હનુમાનરામ વિરમારામ જાખડ જાતે ચૌધરી જાટ ઉંમર વર્ષ-૨૬, રહે-કકરાલા મુલાની તા. છેડવા, જી.બાડમેર તથા ક્લીનર ટીકમારામ ભીયારામ થોરી જાતે ચૌધરી જાટ ઉંમર વર્ષ-૨૧, રહે- પનોરીયા, તા.સેડવા, થાના-બાકાસર, જી.બાડમેર ની કબ્જા ભોગવટાની ટ્રકમાં પ્લાસ્ટિકની કોથળીમાં ભરેલા ભુસાની આડમાં ગેરકાયદેસર પર પ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂ ૭૫૦ એમએલની બોટલો નંગ- ૮૩૯૭, કિંમત રૂ. ૩૧,૪૮,૮૭૫, ટ્રકની કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦ તથા રોકડા રૂ. ૬૭૮૦, તથા મોબાઇલ નંગ-૪ અને રાઉટર નંગ- ૧, કિંમત રૂ. ૧૨,૦૦૦, રસ્સો કિંમત રૂ. ૫,૦૦, તાડપત્રી કિંમત રૂ. ૫૦૦ મળી કુલ રૂ. ૪૬,૬૮,૬૫૫ના મુદામાલ મળી આવ્યો છે.

આ વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપનારા રામારામ ચૌધરી જાટ, રહે- હરીયાણાવાળો હાજર નહી મળી આવતા ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી નાસી છુટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કરી આ કેસની વધુ તપાસ વઢવાણ પોલિસ ચલાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.