વણાંકબોરી થર્મલ ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું

વણાકબોરી થર્મલ નર્મદા કેનાલ પાસે આવેલા પૂર્વાભિમુખ વિર ભાખ્યા હનુમાનજી મંદિર ખાતે રામજન્મ ભૂમિ મંદિર શિલાન્યાસની ઉજવણી કરવામાં આવી. જેમાં મહાઆરતી, શ્રી રામસ્તુતિ સમૂહપાઠ તથા ૫૦૧ દિવડાની દીપમાલાથી મંદિર શણગારવામાં આવ્યું. નૈસર્ગિક વાતાવરણ મા આવેલ મંદિરની શોભા અલૌકિક છે. રામભક્તો દ્વારા વાતાવરણ જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.