વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનની ગ્રાન્ટમાંથી બની રહેલા રોડમાં ગુણવત્તાનો અભાવ
ખેડા:ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકમાં આવેલ વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં જવાના મુખ્ય માર્ગે ડામર રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સ્થળે સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. અને સાથે ત્યાં ગુણવત્તાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. કામદારોના સેફટી બાબતે કોઈજ પગલાં લેવામાં આવ્યા નહિ હોવાનું બહાર આવ્યું છે. ડામર રોડ ઉપર પાથરવામાં આવતા ડસ્ટની ગાડીમાં નાના બાળકો બેરોકટોક ચઢાવી દેવામાં આવ્યા હતા. ત્યારે અભણ અને ગરીબ મજૂરોને જવા દો પણ ભણેલા ગણેલા અધિકારીઓ પણ આ બાબતે આંખ આડા કાન કરતા નજરે પડ્યા છે.
મજૂરોની સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. જાણે જવાબદાર અધિકારીઓને માત્ર વેઠ ઉતારવાનો પગાર વસુલતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ ગરીબના માસુમ દીકરાઓ પ્રત્યે જાણે કોઈ પણ પ્રકારની સેફટી જાળવવામાં નહી આવતા આશ્ચર્ય ઉભુ થયું હતું. ત્યારે આ બાબતે વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનના આર.ડી. પરમાર (ઇ.ચા. સી.ઇ) સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે અમો આ બાબતે જરૂરી તપાસ કરાવી લઈએ છીએ. બીજી તરફ ડામર રોડના કામમાં બીટયૂમીન ઓછું વાપરવામાં આવતું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું હોવા છતા કામમાં જાણે વેઠ ઉતારવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓચિંતી સ્થળ તપાસ કરવામાં આવે તો ઘણી ગેરકાયદે પ્રવૃતિઓ પકડાય તેમ છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેવા પગલાં લેવામાં આવશે તે તો જોવું રહ્યું ??