વણાકબોરી અલ્ટ્રાટ્રેક કોમ્યુનિટી વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક હૃદય રોગનો તપાસ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ)સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ટીમ્બાના મુવાળા ખાતે અલટ્રાટ્રેક કોમ્યુનિટી વેલ્ફેર ફાઉન્ડેશન અને બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના સયુંકત ઉપક્રમે નિઃશુલ્ક હૃદય રોગની તપાસનો કેમ્પ યોજાયો હતો. જેમાં હૃદયને લગતી તપાસ જેવીકે આર.બી.એસ, ઈ.સી.જી, ઈક્કો, કાર્ડિયોલોજી જેવી તપાસ ફ્રી માં કરી આપવામાં આવી હતી. જે ખાનગી હોસ્પિટલમાં ૩૫૦૦/- રૂપિયાના ખર્ચે કરવામાં આવે છે. અલ્ટ્રાટ્રેક કોમ્યુનિટી વેલ્ફેર ફાઉન્ડેશનના સહયોગથી ફ્રી ચાર્જમાં કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં લગભગ ૧૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં બેન્કર્સ ગ્રુપ ઓફના ડા. પવન રોય, ડા. રોનક મોદી, ડા. નવદીપ, ડા. જીમી, તથા ડા. વિમલ પટેલ, ક્રિષ્ના હોસ્પિટલ, બાલાસિનોરનાઓ તથા કૌશલ શાહ (પી.આર.ઓ), નીરવ ગુંડેચિયા (પી.આર.ઓ) તથા દર્શના પ્રજાપતિ (સ્ટુડન્ટ)એ સેવા આપી હતી. અલ્ટ્રાટ્રેક સુરેશ કુમાર રાઉત,(યુનિટ હેડ) સુરેશ પુરાની (સી.એસ.આર) સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા.