વધતી આત્મહત્યા માટે મોદી સરકાર જવાબદાર: રાહુલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Rahull-1024x577.jpg)
નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં વધતી જતી આત્મહત્યાઓ માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી છે. રાહુલ ગાંધીએ આજે એક અખબારી અહેવાલ શેર કરીને કહ્યુ હતુ કે, ૨૦૧૮થી ૨૦૨૦ સુધીમાં બેરોજગારી અને વધતા દેવાથી પરેશાન થઈને ૨૫૦૦૦ લોકોએ આત્મહત્યા કરી છે.
બેરોજગારીના કારણે આત્મહત્યાઓ વધી છે અને બેરોજગારી કોના કારણે વધી.. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, વધતી જતી બેકારી માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.
ઉલ્લેખનીય છે કે ,કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બુધવારે રાજ્યસભામાં દેશમાં આત્મહત્યાના આંકડા અંગે જાણકારી આપી હતી અને કહ્યુ હતુ કે, દેવુ વધી જવાના કારણે આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા વધી છે.સાથે સાથે બેકારીના કારણે પણ લોકોએ આત્મહત્યા કરી છે.આ બંને કારણથી ૨૦૧૮ થી ૨૦૨૦માં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા ૨૫૦૦૦ જેટલી થવા જાય છે.
રાહુલ ગાંધી ગોવામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ કહ્યુ હતુ કે, મોટા પાયે બેકારી માટે ભાજપ જવાબદાર છે અને કેન્દ્ર સરકારની નીતિઓના કારણે નાના તેમજ મધ્યમકદના ઉદ્યોગો પ્રભાવિત થયા છે.જેનાથી બેકારી વધી છે.તમામને ન્યાય મળવો જાેઈએ.કોંગ્રેસ પાર્ટી ગોવામાં આવશે તો લોકોને રોજગારી આપવા માટે માઈનિંગ ફરી શરુ કરશે.SSS