વધી રહી છે પ્રતિક સહજપાલ અને નેહા ભસીનની નિકટતા
મુંબઈ, Big Boss OTTમાં હાલ સિંગર નેહા ભસીન અને પ્રતિક સહજપાલનું કનેક્શન મજબૂત થઈ રહ્યું છે. સામાન્ય જનતાની નજરમાં નેહા અન પ્રતિક કનેક્શન છે પરંતુ છેલ્લા થોડા દિવસથી બંને વચ્ચેની નિકટતા વધી રહી છે. જે દર્શકોને પણ અસહજ કરી રહી છે. હાલમાં જ ફેમિલી ટાસ્ક દરમિયાન પ્રતિકની બહેન બિગ બોસના ઘરમાં આવી હતી ત્યારે તેણે પ્રતીકને નેહાથી અંતર જાળવવાની સલાહ આપી હતી.
પ્રતિકને ભલે નેહાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હોય પરંતુ નેહાનું કહેવું છે કે, જાે તેના લગ્ન ના થયા હોત તો તે પ્રતીકને ડેટ કરત. અગાઉ નિશાંત ભટ્ટે નેહાને પ્રતિક સાથેના તેના સંબંધ અંગે સવાલ કર્યો હતો. ત્યારે પણ નેહાએ આ જ જવાબ આપ્યો હતો. ગાર્ડન એરિયામાં બેસીને નિશાંતે નેહાને સવાલ કર્યો હતો.
નિશાંતે નેહા ભસીનને પૂછ્યું હતું કે, જાે તે લગ્ન પહેલા પ્રતીકને મળી હોત અથવા તો સિંગલ હતી ત્યારે મુલાકાત થઈ હોત તો શું કરત? જવાબમાં નેહાએ કહ્યું, ખાઈ જાત હું આને. ત્યારે પ્રતિક ચીડાઈ જાય છે અને નેહાને મતલબ પૂછે છે, ત્યારે તેણે કહ્યું, હું તેને ડેટ કરત.
જાેકે, આ જ સવાલ જ્યારે નિશાંત ભટ્ટે પ્રતિકને કર્યો તો તેણે જવાબ આપવાનો ઈનકાર કરી દીધો અને ત્યાંથી ઊભો થઈને જતો રહ્યો.
આ જાેઈને નેહાએ તેને ચીડાવતાં કહ્યું કે, તે ડરી ગયો છે. જવાબમાં પ્રતિત કહે છે કે, તેને કોઈ ડર નથી. ભૂતકાળમાં પણ આ પ્રકારની બાબતો આવી હતી ત્યારે તે મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો અને એટલે જ નિશાંતના સવાલનો જવાબ ટાળ્યો તેમ પ્રતિકે ઉમેર્યું. જાેકે, બાદમાં આવીને પ્રતિકે પણ જવાબ આપ્યો હતો કે, નેહા કુંવારી હોત કે સિંગલ હોત તો તે પણ તેને ડેટ કરત.
ઉલ્લેખનીય છે કે, બિગ બોસ ઓટીટીના તાજેતરના એપિસોડમાં નેહા અને પ્રતિક બંનેની બહેનોએ તેમને એકબીજાથી દૂર રહેવાની સીધી અને આડકતરી રીતે સલાહ આપી હતી.SSS