વધી રહેલ લોકપ્રિયતા વચ્ચે કૃતિ પાસે કેટલીક ફિલ્મો છે
મુંબઇ, બોલિવુડમાં લોકપ્રિય અને આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી કૃતિ સનુન પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. જેમાં ડ્રામા ફિલ્મ મીમી અને અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાન્ડેનો સમાવેશ થાય છે. તેની પાસે કેટલીક નવી નવી ઓફર પણ આવી રહી છે. તે છેલ્લે અક્ષય કુમારની હાઉસફુલમાં નજરે પડી હતી. તેના ચાહકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સોશિયલ મિડિયા પર તેની બોલબાલા વધી રહી છે. સોશિયલ મિડિયા પર પણ તેની મજબુત છાપ ઉભી કરી રહી છે. તેની પાસે એકબાજુ નવી નવી ફિલ્મો આવી રહી છે.
બીજી બાજુ સોશિયલ મિડિયા પર તેના ચાહકો સતત વધી રહ્યા છે. હવે ઇન્સ્ટાગ્રામ પર તેના ફેનની સંખ્યા વધીને ૨૪ મિલિયન સુધી પહોંચી ચુકી છે. વર્ષ ૨૦૧૫માં સોશિયલ મિડિયા સાથે જાડાઇ ગયા બાદ તેના ચાહકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. હવે ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકોની સંખ્યા ૨૪ મિલિયન અથવા તો ૨.૪ કરોડ સુધી પહોંચી ગઇ છે. તેની બોલબાલા વધી રહી છે.
હાલમાં પણ તે અનેક મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે નવી ઓફર પણ આવી રહીછે. કૃતિએ ફેન્સની સંખ્યા ૨.૪ કરોડના આંકડા સુધી પહોંચી ગયા બાદ કૃતિએ આઅંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. કૃતિએ ફોટો જારી કરીને ખુશી વ્યક્ત કરી છે. કૃતિએ તેની કેરિયરની શરૂઆત હિરોપંતિ ફિલ્મ સાથે કરી હતી. ત્યારબાદ દિલવાલે, રાબ્ટા, બરેલી કી બરફી, સ્ત્રી અને લુકાછુપી ફિલ્મનો સમાવેશ થાય છે. કૃતિ સોશિયલ મિડિયા પર હમેંશા સક્રિય રહે છે. તે પોતાની ખુબસુરત તસ્વીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર શેયર કરતી રહે છે. પોતાની આગામી ફિલ્મોને લઇને પણ તે આશાવાદી બનેલી છે. તેનુ કહેવુ છે કે તેની પાસે સારી અને અને મોટી ફિલ્મોની ઓફર આવી રહી છે. કૃતિ સનુન બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમનાર છે.