Western Times News

Gujarati News

વધુ કર્મીઓને રાહત આપવા એસિકના નિયમો બદલાશે

FILE

નવી દિલ્હી, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નોકરીયાત વર્ગના લોકો માટે મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ, ટૂંક સમયમાં ૨૧,૦૦૦ રૂપિયાથી વધુ પગાર થતાં પણ ઈએસઆઈસીનો ફાયદો મળી શકશે. કોરોના સંકટમાં શક્ય એટલા વધુ વર્કર્સને રાહત આપવા માટે ઈએસઆઈસીના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી છે. તે મુજબ મેડિકલ અને આર્થિક મદદના નિયમ બદલવામાં આવશે. તેના માટે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ, ૨૧,૦૦૦થી વધુ પગાર હોવા છતાંય સુવિધાઓ મળશે. સૂત્રોએ જણાવ્યું કે, ૩૦,૦૦૦ રૂપિયા સુધીના પગારદારોને પણ ઈએસઆઈસીનો ફાયદો મળશે. શ્રમ મંત્રાલયે નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. વધુ પગાર ધરાવનારા માટે સ્કીમ સાથે જોડાવાનો વિકલ્પ હશે. બેરોજગાર થતાં આર્થિક મદદ નિયત મર્યાદાના હિસાબથી થશે.

ઈએસઆઈસી બોર્ડને ટૂંક સમયમાં પ્રસ્તાવ મોકલવામાં આવશે. કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે ગત સપ્તાહે કર્મચારી રાજ્ય વીમા યોજનાની અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ બેરોજગારી લાભના દાવાની અરજી કરવા કર્યાના ૧૫ દિવસની અંદર પ્રોસેસ કરી દેવામાં આવશે એવું જણાવ્યું હતું. ઈએસઆઈસીના નિદેશક મંડળે કોરોના વાયરસ મહામારીને ધ્યાને લઈ રોજગાર ગુમાવનારા લોકોને રાહત પ્રદાન કરતા આ વર્ષે ૨૪ માર્ચથી ૩૧ ડિસેમ્બર સુધી બેરોજગારી લાભ હેઠળ ચૂકવણીને બમણી કરી દીધી છે. યોજના હેઠળ હવે ત્રણ મહિનાના સરેરાશ પગારના પચાસ ટકા લાભ આપવામાં આવશે. હવે રોજગાર ગુમાવવાના ૩૦ દિવસ બાદ લાભનો દાવો દાખલ કરી શકાય છે. પહેલા તે ૯૦ દિવસ બાદ જ કરી શકાતો હતો.

હવે કર્મચારી પોતે જ દાવો કરી શકે છે, જ્યારે પહેલા તેમણે નિયોક્તાના માધ્યમથી અરજી કરવી પડતી હતી. ગંગવાર ઈએસઆઈસી બોર્ડના અધ્યક્ષ પણ છે. તેઓએ યોજનાનો વ્યાપમાં આવનારા લોકોને તેનો લાભ લેવાની અપીલ કરી છે. ઈએસઆઈસીની ગત ગુરુવારે મળેલી બેઠકમાં લેવામાં આવેલા આ ર્નિણયથી લગભગ ૪૦ લાખ ઔદ્યોગિક શ્રમિકોને લાભ મળવાની આશા છે. ઈએસઆઈસી બોર્ડે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ બેરોજગારી લાભ હેઠળ ચૂકવણીને વધારવા અને પાત્રતા માપદંડોમાં છૂટ આપવાને મંજૂરી આપી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.