Western Times News

Gujarati News

વધુ ગ્રેડ પે ની માંગ સાથે કોરોના વોરિયર્સ મેદાનેઃ લેબ ટેકનીશીયન અને પોલીસ કોન્સ્ટેબલનું ડીઝીટલ આંદોલન

(પ્રતિનિધિ-દિલીપ પુરોહિત) બાયડ, ગુજરાતમાં કોરોના વાયરસના કપરા કાળ વચ્ચે શિક્ષકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક આંદોલન ઉપાડ્યું હતું. શિક્ષકોએ ૪૨૦૦ રૂ. ગ્રેડ પે માટે ફેસબુક, ટિ્‌વટર વગેરે પર અનેક પોસ્ટ શૅર કરી હતી પ્રાથમિક શિક્ષકોએ સોશિયલ મીડિયા પર કરેલા વિરોધ પછી સરકારે શુક્રવારે ગ્રેડ-પેનો ૨૫ જૂનનો પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી હતી પ્રાથમિક શિક્ષકોને ગ્રેડ પે અંગેના ડિજિટલ આંદોલનમાં સફળતા મળતા સરકાર સામે પ્રાથમિક શિક્ષકો બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા લેબ ટેકનીશીયન અને પોલીસ કર્મીઓએ પોતાના ગ્રેડ-પે મુદ્દે ડિજિટલ આંદોલન છેડી ગ્રેડ પે વધારવામાં આવેની માંગ કરી છે.

સરકાર સામે ગ્રેડ પે મુદ્દે ફરી એકવાર કપરાં ચઢાણ દેખાઈ રહ્યા છે.રાજ્યમાં સરકાર સામે વધુ બે કોરોના વોરિયર્સે ડિજિટલ આંદોલન છેડ્યું છે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા લેબ ટેકનીશીયનોએ કોરોનાની વૈશ્વિક મહામારીમાં જીવના જોખમે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ કલેક્શન કરતાં કોરોના નિદાન કરતાં યોધ્ધાઓને ન્યાય આપો ગ્રેડ પે રૂ.૪૨૦૦/- લેબ ટેકને અધિકાર આપોની માંગ સાથે ડીઝીટલ અંદોલન શરુ કર્યું છે બીજીબાજુ રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલને ૧૮૦૦ રૂપિયાનો ગ્રેડ મળે છે અને હેડ કોન્સ્ટેબલને ૨૦૦૦ રૂપિયાનો ગ્રેડ મળે છે. આ ગ્રેડમાં વધારા માટે પોલીસ મેદાને છે.

પોલીસ કર્મીઓએ સરકાર સામે ૨૮૦૦ ગ્રેડ પે આપવા માંગણી કરી અમે કોઈ એક પણ રજા લેતા નથી છતાં અન્યાય કેમ? સહીત વિવિધ કામગીરીની પોસ્ટ સાથે ડિજિટલ આંદોલનો માર્ગ અપનાવ્યો છે સરકાર માટે હાલ તો ગ્રેડ પે ગળામાં હાડકું ફસાયું હોય તેવો ઘાટ સર્જાયો છે. ગુજરાત સરકાર સામે બાંયો ચઢાવી છે. શિક્ષકોના ડિજિટલ આંદોલનની ભવ્ય સફળતા બાદ પોલીસ કર્મીઓએ પણ સોશિયલ મીડિયા માંગણી કરી રહ્યા છે જેમાં કોન્સ્ટેબલને ૨૮૦૦ રૂપિયા, હેડ કોન્સ્ટેબલને ૩૬૦૦ રૂપિયા અને એએસઆઈને ૨૪૦૦ રૂપિયા ગ્રેડ પે સામે ૪૪૦૦ રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવે. પોલીસ કર્મીઓના જણાવ્યા અનુસાર અમારી સમસ્યા અનેક છે પરંતુ તેમની સમસ્યા રજૂ કરવા માટે કોઈ યૂનિયન ન હોવાથી ભારે મૂંઝવણ ભરી સ્થિતિનો સામનો કરવો પડે છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.