Western Times News

Gujarati News

વધુ ચાર ઓવરબ્રિજ બની ગયા બાદ ગાંધીનગર માત્ર ૨૦ મિનિટમાં પહોંચાશે

ચાલકોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળશે -બે મહિનામાં મળશે લાભ

અમદાવાદ, અમદાવાદ-ગાંધીનગર ટિ્‌વટન સીટી વચ્ચે દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વેપારીઓ અપડાઉન કરે છે ત્યારે એક પણ જંક્શન વિનાનો એસજી હાઇવે તૈયાર થઇ ગયા બાદ વાહનચાલકો અમદાવાદથી ગાંધીનગર માત્ર ૨૦ મિનિટમાં સડસડાટ પહોંચી શકશે. વાહનચાલકો માટે રાહતના સમાચાર છે કે આગામી બે મહિનામાં જ આ સુવિધા ઉપલબ્ધ થશે.

સૌથી મહત્ત્વની અને રાહતની બાબત એ છે કે ગુજરાત સરકારની રજૂઆતને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે આ હાઇવેને ટોલ ફ્રીની પણ મંજૂરી આપી હોવાથી ચાલકોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળશે. આમ, આગામી સમયમાં આવી નવી સુવિધા મળવાની જાનકારી માત્રથી હાલમાં નગરજનોએ રાહત અનુભવી છે.

આ માટે ગાંધીનગરમાં સમાવિષ્ટ ચાર ઓવરબ્રિજનું કામ બે મહિનામાં જ પૂર્ણ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી બે વૈષ્ણોદેવી અને ખોડિયારબ્રિજ માર્ચના અંત સુધીમાં અને અન્ય બે સરગાસણ અને ઇન્ફોસિટી બ્રિજ એપ્રિલના અંત સુધીમાં ખુલ્લા મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વૈષ્ણોદેવી અને ખોડિયારબ્રિજ માર્ચના અંત સુધી સુધીમાં અને અન્ય બે સરગાસણ અને ઇન્ફોસિટી બ્રિજ એપ્રિલના અંત સુધી ખુલ્લા મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચિલોડાથી અમદાવાદ-ઉજાલા સુધીના એસજી હાઇવેને ૮૬૭ કરોડના ખર્ચે સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થયો છે, જે માર્ચના બદલે હવે જૂનના અંત સુધીમાં તૈયાર કરવાનું આયોજન છે. માર્ગ અને મકાન વિભાગનાં સુત્રો મુજબ મે મહિનામાં ખોરજનો ઓવરબ્રિજ પણ તૈયાર થઇ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.