વધુ પડતુ મીઠું ખાવાથી વર્ષે લાખો લોકોનાં મોત થાય છે
નવી દિલ્લી: ઘણાં લોકોને જમતી વખતે ઉપરથી મીઠું (નમક) નાંખીને ખાવાની આદત હોય છે. જાે તમને પણ આ આદત હોય તો ચેતી જજાે. અને સૌથી પહેલાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલાં આ તારણને વાંચી લેજાે. નમક વગર ખોરાક ફિક્કો લાગે છે આથી નમક વિનાના ભોજનની કલ્પના કરી શકાતી નથી. જાે કે વધારે પડતો નમકિન ખોરાક લેવો આરોગ્ય માટે ખૂબજ નુકસાનકારક છે.
ડબલ્યુએચઓ એટલેકે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ દર વર્ષે ૩૦ લાખથી વધુ લોકોના મુત્યુ મીઠાનું અતિ સેવન કરવાથી થાય છે. આથી મીઠાનો વપરાશ ઓછો કરવા માટે વિશ્વ નાગરિકોને ભલામણ કરવામાં આવી છે. ખાધ પર્યાવરણમાં સુધારણા અને જીવન બચાવવા માટે ૬૦ થી વધુ ફૂડ કેટેગરીઝમાં સોડિયમ લેવલના નવા માપદંડ તૈયાર કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ નવા બેંચમાર્કથી વર્ષ ૨૦૨૫ સુધી મીઠાના વપરાશમાં ૩૦ ટકા જેટલો ઘટાડો થશે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર લોકો સરેરાશ રોજ ૯ થી ૧૨ ગ્રામ મીઠાનું સેવન કરે છે. જયારે દરેક વ્યકિતએ રોજ ૫ ગ્રામથી વધારે નમકનો ઉપયોગ ન કરવો જાેઇએ. સોડિયમ એટલે કે મીઠુ આપણા દૈનિક આહારનો એક હિસ્સો છે. કારણ કે શરીરને હાઇડ્ટેડ રાખવામાં તે મદદ કરે છે. એટલું જ નહીં તે શરીરને સારી રીતે એકટિવ પણ રાખે છે. નમકના સેવનથી થાયરોઇડનું સ્તર સારુ થાય છે.
નમક લો બ્લડ પ્રેશરને નોર્મલ કરે છે. સિસ્ટિક ફાઇબ્રોસિસના લક્ષણોમાં સુધારો કરે છે. વધુ પડતું નમક એટલેકે, મીઠું ખાવાના કારણે હાઇબીપી, સ્ટોક અને કિડનીની સમસ્યા પેદા થઈ શકે છે. નવા દિશા નિર્દેશો મુજબ ૬૦ થી વધુ ફૂડ કેટેગરીઝમાં સોડિયમ લેવલ જાળવી રાખવા લોકોને નમકનું ઓછું સેવન કરવા પ્રેરણા આપશે.