વનડે શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર : કૃષ્ણા અને સૂર્યકુમાર સામેલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/team-india-t20-pti-scaled.jpg)
નવીદિલ્હી: હાલ ટી ટવેન્ટી જંગ જારી છે ત્યારે ઇગ્લેન્ડની વિરૂધ્ધ વનડે ટીમની પણ જાહેરાત થઇ છે.બીસીસીઆઇએ આજે ૧૮ સભ્યોની ટીમ જાહેર કરી છે કર્ણાટકના ફાસ્ટ બોલર પ્રસિધ્ધ કૃષ્ણા સ્પિન ઓલરાઉન્ડર કુૃણાલ પંડયા અને ટી ટવેન્ટી ડેબ્યુમાં અડધી સદી કરનાર સૂર્યકુમાર યાદવને પહેલવાર વનડે ટીમમાં જગ્યા મળી છે. વિજય હજારે ટ્રોફીના ઇતિહાસમાં સૌધી વધુ રન બનાવનાર મુંબઇના સુકાની પૃથ્વી શો ટીમમાં વાપસી કરવામાં નિષ્ફળ રહ્યો આ સાથે જ દેવદત્ત પડીકકલને પણ હજુ વધુ રાહ જાેવી પડશે
કૃષ્ણા ટીમમાં ભુવનેશ્વર, શાર્દુલ ઠાકુર નવદીપ સૈની અને ટી નટરાજનનો સાથ નિભાવશે કુલચલાની જાેડી ફરી સાથે નજરે પડશે યુજવેન્દ્ર ચહલને કલાઇના સ્પિનર કુલદીપ યાદવને પ્લેઇગ ઇલેવનમાં જગ્યા મળી છે કે નહીં તે ચર્ચાનો વિષય હોઇ શકે છે કૃણાલ પંડયા અને વોશિંગ્ટન સુંદર ટીમમાં સ્પિન ઓલરાઉન્ડર સામેલ થયા છે બંન્ને સ્પિન બોલરની સાથે સાથે અંતિમ ઓવર્સમાં મોટા શોર્ટ લગાવવાની તાકાત ધરાવે છે.
ટીમમાં ઓપનિગ પોઝીશનને લઇ સખ્ત સંધર્ષ હતું પૃથ્વી શો કે એલ રાહુલ રોહિત શર્મા શિખર ધવન અને શુભમન ગિલ આ પોઝીશનના દાવેદાર હતાં જાે કે શોને છોડી તમામને જગ્યા મળી છે. ટીમમાં ઋષભ પંત પણ છે શ્રેયસ અય્યર મધ્યક્રમને મજબુતી આપશે તો હાર્દિક પંડયા ફાસ્ટ બોલીગની સાથે મોટો શોટ્ર્સથી ચોક્કા છક્કા લગાવશે સીરીજની ત્રણ વન ડે મેચ પુણેમાં ૨૩,૨૬ અને ૨૮ માર્ચે રમાશે. ચેતન શર્માના નેતૃત્વવાળી પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સામેલ મનીષ પાંડેય મયંક અગ્રવાલ સંજુ સૈમસન રવિદ્ર જાડેજા જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને ઇગ્લેન્ડની વિરૂધ્ધ જગ્યા આપી નથી
ભારતીય ટીમ આ પ્રમાણે છે. વિરાટ કોહલી સુકાની,રોહિત શર્મા ઉપસુકાની,શિખર ધવન, શુભમન ગિલ શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડયા ઋષભ પંત વિકેટકીપર કે એલ રાહુલ વિકેટકીપર યુજવેન્દ્ર ચહલ કુલદીપ યાદવ કૃણાલ પંડયા વોશિંગ્ટન સુંદર ટી નટરાજન ભુવનેશ્વર કુમાર મોહમ્મદ સિરાજ પ્રસિધ્ધ કૃષ્ણા શાર્દુલ ઠાકુર