વનરાજ-અનુપમાના ડિવોર્સ બાદ પૂર્વ પ્રેમીની એન્ટ્રીની ચર્ચા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/anupma-1.jpg)
મુંબઈ: છેલ્લાં ઘણાં અઠવાડિયાથી ટીવી શો ‘અનુપમા’ ટીઆરપી ચાર્ટમાં નંબર ૧ સ્થાને છે. એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી અનુપમા બનીને દર્શકોના દિલ જીતી રહી છે. શોના કન્ટેન્ટના કારણે દર્શકોનો પ્રેમ મળવાની સાથે તેના વખાણ પણ થઈ રહ્યા છે. લગ્નના વર્ષો બાદ અનુપમા અને વનરાજના છૂટાછેડા થયા છે. હાલ કપલ પોતાની દીકરી માટે સાથે રહે છે પરંતુ થોડા મહિનાઓ પછી અલગ થઈ જશે. ત્યારે મીડિયામાં અહેવાલો વહેતા થતાં છે કે શોમાં જલદી જ નવી એન્ટ્રી થવાની છે.
રિપોર્ટ પ્રમાણે, વનરાજ સાથે ડિવોર્સ થયા પછી અનુપમા પૂર્વ પ્રેમીની સીરિયલમાં એન્ટ્રી થશે. આ પૂર્વ પ્રેમીનો રોલ એક્ટર રામ કપૂર કરશે તેવી ચર્ચા થઈ રહી છે. રામ કપૂર સીરિયલમાં પેરેલલ લીડ રોલમાં જાેવા મળી શકે છે. એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, સીરિયલના પ્રોડ્યુસર રાજન શાહી ઈચ્છે છે કે, અનુપમાના પ્રેમીનો રોલ રામ કપૂર ભજવે. જાે કે, શોના મેકર્સ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.
હાલ તો મીડિયામાં આ અહેવાલો ચર્ચાઈ રહ્યા છે સાચી હકીકત તો શોના મેકર્સ દ્વારા પુષ્ટિ થશે ત્યારે જ બહાર આવશે. રિપોર્ટ પ્રમાણે, રામ કપૂર એવા વ્યક્તિના રોલમાં હશે જેને અનુપમા સ્કૂલ કે કોલેજ કાળથી જાણતી હશે. આ વ્યક્તિ અનુપમાને ભૂતકાળમાં પ્રેમ કરતો હતો તેવું દર્શાવાશે. જાે કે, રામ કપૂરે પણ હજી સુધી આ રોલ કરવાનો છે કે કેમ તે અંગે ટિપ્પણી કરી નથી. ઉલ્લેખનીય છે કે, રામ કપૂર મનોરંજન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે.
રામ કપૂરને એકતા કપૂરની સીરિયલ ‘કસમ સે’ અને ‘બડે અચ્છે લગતે હૈ’થી પ્રસિદ્ધિ મળી હતી. આ સિવાય રામે ઘણી ફિલ્મોમાં નાના-મોટા રોલ પણ કર્યા છે. ગત વર્ષે રામ કપૂર ટ્રાન્સફોર્મેશનના કારણે ચર્ચામાં હતો. રામ કપૂરે ગત વર્ષે ખાસ્સુ વજન ઉતાર્યું છે. અનુપમા સીરિયલની વાત કરીએ તો, રૂપાલી ગાંગુલી એવી મહિલાના રોલમાં છે જે પોતાનું આખું જીવન પતિ, બાળકો અને પરિવાર પાછળ ખર્ચી નાખે છે.
પરંતુ જ્યારે પતિના અફેર વિશે જાણ થાય છે ત્યારે અનુપમા ભાંગી પડે છે. પરંતુ ફરી ઉઠે છે અને પોતાના માટે જીવવાનું શરૂ કરે છે. આ સીરિયલમાં રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે લીડ રોલમાં છે. આ બંને લીડ એક્ટર્સ ઉપરાંત મદલાસા શર્મા, અલ્પના બુચ, અરવિંદ વૈદ્ય, પારસ કલાનવત, આશિષ મહેરોત્રા, મુસ્કાન બામણે, નિધિ શાહ, અનઘા ભોંસલે, શેખર શુક્લા અને તસનીમ શેખ પણ મહત્વના રોલમાં છે.