Western Times News

Gujarati News

વન નેશન,વન ઇલેકશન દેશના વિકાસ માટે જરૂરી: ભાજપ

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન નેશન, વન ઇલેકશનના મુદ્દા પર જનજાગરણ અને રાષ્ટ્રીય સહમતિ તૈયાર કરવા માટે ભાજપે નવું અભિયાન શરૂ કર્યું છે આ હેઠળ એક વેબિનારને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવે લોકસભા અને વિધાનસભાની સાથે સ્થાનિક નગર નિગમને પણ એક સાથે કરાવવાની જાેરદાર હિમાયત કરી હતી આ પ્રસંગ પર વન નેશન વન ઇલેકશન પર જનજાગરણ માટે કૈલાશ ખેરના ગીતને પણ લોન્ચ કર્યું હતુ.વન નેશન વન ઇલેકશનને ેદેશના વિકાસની ગતિ બનાવી રાખવા માટે જરૂરી બતાવતા ભુપેન્દ્ર યાદવે તેની વિરૂધ્ધ વિરોધ પક્ષોના વાંધાને દુર કરવાનો પ્રયાસ કર્યો હતો.

એક સાથે ચુંટણી થવા પર રાષ્ટ્રીય મુદ્દાના હાવી થવાથી ક્ષેત્રય પક્ષોને નુકસાનની આશંકાને રદ કરતા તેમણે કહ્યું કે ગત ૭૦ વર્ષોમાં દેશના મતદારો ખુબ પરિપકવ થઇ ચુકયા છે તે સ્થાનિક અને રાષ્ટ્રીય મુદ્દોના હિસાબથી મતદાન કરતા શિખી ગયા છે. તેના માટે તેમણે ગત વર્ષ લોકસભા ચુંટણીની સાથે ઓરિસ્સા અને તેલંગણાની વિધાનસભા ચુંટણીના ઉદાહરણ આપ્યા હતાં બંન્ને રાજયોમાં મતદારોએ લકસભા માટે ભાજપને મહત્વ આપ્યું જયારે વિધાનસભા માટ બીજુ જનતા દળ અને ટીઆરએસના ઉમેદવારોને જીતાડયા.

આવી જ રીતે ઝારખંડમાં લોકસભા ચુંટણીમાં મતદારોની પહેલી પસંદ ભાજપ રહી પરંતુ ચાર મહીના બાદ વિધાનસભા ચુંટણીમા તેમણે ઝામુમોને વધુ પસંદ કર્યા ભુપેન્દ્ર યાદવે કહ્યું કે એક સાથે ચુંટણી થવાની સ્થિતિમાં નાણાંના અભાવેમાં ક્ષેત્રીય દળોના ચુંટણી પ્રચારમાં રાષ્ટ્રીય પક્ષોથી પાછળ રહેવાની આશંકા પણ બેનામી છે તેની જગ્યાએ વારંવાર ચુંટણી થવાથી ક્ષેત્રીય પક્ષો પર વધુ આર્થિક બોજ પડે છે.નાંણાં એકત્રિત કરવામાં રાષ્ટ્રીય પક્ષોની સરખામણીમાં ક્ષેત્રીય પક્ષોને વધુ પરેશાની થાય છે એકવાર ચુંટણી થવાથી ક્ષેત્રીય પક્ષોને વધુ સરળતા રહેશે.

તેમના જણાવ્યા અનુસાર એક સાથે ચુંટણી થવાથી વિકાસ યોજનાઓને ગતિ મળશે વારંવાર ચુંટણી અને તેના કારણે લાગનાર આચારસંહિતાથી વિકાસના કામ અવરોધાશે નહીં તેમન જણાવ્યા અનુસાર પાંચ વર્ષમાં એકવાર ચુંટણી થવાથી લોકતંત્રના મૂળ તેટલા જ મજબુત રહેશે પરંતુ તેનાથી ચુંટણી પર થનાર ખર્ચની બચત થશે તેમણે વન નેશન,વન ઇલેકશન માટે હાલ કાનુન બનાવવાની સંભાવનાનો ઇન્કાર કરી દીધો તેમના અનુસાર તમામ પક્ષોમાં પરસ્પર સહમતિ બાદ જ તેને લાગુ કરવામાં આવશે તેમના અનુસાર તમામ પક્ષોમાં પરસ્પર સહમતિ બાદ જ તેને લાગુ કરવામાં આવશે વેબિનારનંું સંચાલન ભાજપના વરિષ્ઠ પ્રવકતા સંબિત પાત્રાએ કર્યું હતું જયારે કૈલાશ ખેરે એક ગીત ગાયુ હતું જેનો સંદેશ હતો જે વસ્તુ બગડી ગઇ છે તેને પહેલા યોગ્ય કરવામાં આવશે ત્યારે જ બધુ ઠીક થઇ જશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.