“વન નેશન વન હેલ્થ” ના વિઝનને સાકાર કરવા રાજય સરકાર સજ્જ: આરોગ્યમંત્રી
અમદાવાદ , અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિરમગામમાં “મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ” જનહિતાર્થે શુભારંભ કરાવતાં કહ્યું કે, ૭૫ બેડની હોસ્પિટલ વિરમગામ સહિતના આસપાસના તાલુકાના જરૂરિયાતમંદોને આરોગ્ય સેવાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવામાં આશીર્વાદરૂપ બની રહેશે.
કોરોના કાળની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ૧૫ મહિનાના ટૂંકા ગાળામાં મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલનું નિર્માણ નાગરિકોના આરોગ્ય પ્રત્યે સરકારની જવાબ દોહિતાનું સૂચન કરે છે. મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલમાં નવીન RT-PCR ટેસ્ટિંગ લેબ, નવીન ડાયાલિસિસ સેન્ટર અને ઓક્સિજન જનરેશન પ્લાન્ટ નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તમામ સુવિધાઓ નાગરિકો લક્ષી સારવારને વધુ સઘન અને ગ્રામ્ય બનાવશે તેવો ભાવ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વન નેશન વન હેલ્થ” ના વિઝનને મૂર્તિમંત કરવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી એ ટેલીમેડિસિન સેવા થકી આરોગ્યલક્ષી સેવાઓમાં નવોદય થયું હોવાનું જણાવી જરૂરિયાતમંદ દર્દીઓને પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઘર બેઠા જ ઉપલબ્ધ થઇ રહી છે તેમ ઉમેર્યું હતુ.