વમળ – કોના વાંકે?-અજાણપણે જ વાસુ ડ્રગ રેકેટનો શિકાર બન્યો
(વિજેતા કૃતિ નં. 2) વાસુ, બોલ શું કરે છે? તારું સ્કુલ અને ટ્યુશનનું લેસન પતી ગયું ?
જી મમ્મા, તમે ક્યાં જાવ છો ? થોડી વાર બેસીને વાત કરોને.
બોલ, જલ્દી પતાવજે હો. મમ્મીને આજે વહેલા જવાનું છે. સ્કુલમાં વિજ્ઞાન મેળાનો આજે પહેલો દિવસ છે. સાડીમાં પિન ભરાવતાં રોહિણીએ કહ્યું.
આજે મયંક છે ને ખોખામાં મસ્ત પતંગિયા ભરીને લાવેલો. મારે જોવા હતાં પણ રે એને Time out કરીને ખૂણામાં બેસાડી દીધો બોલ, મસ્તી કરીયે તો interes થવાય જ અને તારે પતંગિયામાં બહુ interes લેવાની જરૂર નથી. પણ મમ્મા, મને ખુબ ગમે છે.
રામુ, પેલી પતંગિયાની cd વાસુને લગાડી આપ. ચાલ, bye. નાનો વાસુ અને રામુકાકાની દોસ્તી પાકી હતી. સમયનું ચક્ર ફર્યું. વાસુ હવે આઠમા ધોરણમાં હતો. એક અદ્ભુત દુનિયાનો પરિચય તેને થયો રામુ કાકા દ્વારા .
બપોરે રામુકાકા અને આજુબાજુના નોકરો ચીલમ પીતા હોય ત્યારે વાસુ જો કોઈ ફરમાયિશ કરે તો તેને ચૂપ કરવા રામુ તેને પણ ચિલમના એક બે કશ આપતો.
એક બે કશ સમય સાથે વધતાં ગયાં અને વાસુ ચિલમનો બંધાણી બની ગયો. રામુકાકા પણ ભગવાનને પ્યારા થઇ ગયા. પણ તેમણે વાવેલું બીજ વવૃક્ષ બનીને વાસુની જિંદગીમાં ફળવા લાગ્યું.
ચિલમના એક બે કશ પ્રગતિ કરીને કોકેઈન સુધી પહોંચી ગયા.. એક ભયંકર વમળમાં તેની માસુમ જિંદગી ફસાઈ ગયી. કોકેનની એક પડીકી માટે તે વલખાં મારતો. મગજ અને શરીરની નસો ભયંકર રીતે ફાટતી.
અજાણપણે જ વાસુ ડ્રગ રેકેટનો શિકાર બન્યો. સગીર હોવાને કારણે ડ્રગ કેરિયર તરીકે તેનો ઉપયોગ સલામત હતો. રોહિણી અને તેનો પતિ રોહન તેમની કારકિર્દી ને નવા આયામ આપવામાં વ્યસ્ત હતાં. તેમને મન વાસુ હવે પોતાની કાળજી જાતે લઇ શકે તેવો હતો તમામ આધુનિક સુવિધા તેને મળતી હતી.
પરંતું એક કારમો દિવસ ઉગ્યો, વાસુ પોલીસના હાથે પકડાયો અને ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો. શહેરના નામાંકિત અખબારોએ પહેલે પાને સમાચાર છાપ્યા. શ્રેષ્ઠ શિક્ષકનો રાજ્ય સરકાર તરફથી એવોર્ડ મેળવનાર રોહિણીને સમજાતું નહોતું કે અપરાધના વમળમાં ફસાયેલા વાસુ માટે જવાબદાર કોણ?
હજારો બાળકોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું નેક કામ કરતી રોહિણીને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે , દિવા તળે અંધારું ,કહેવત આવી કરુણ વાસ્તવિકતા બની તેના પોતાના જીવનનો હિસ્સો બનશે. -કૌમુદી સોની