વયસ્ક યુવતી પોતાની મરજીથી લગ્ન અને ધર્મ પરિવર્તન કરે તો તેમાં દખલ કરી શકાય નહીં: હાઇકોર્ટ
કોલકતા, ધર્મ પરિવર્તનને લઇ ચર્ચા વચ્ચે કોલકતા હાઇકોર્ટે એક મોટી ટીપ્પણી કરી છે.કોલકતા હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે જાે કોઇ વયસ્ક યુવતી પોતાની પસંદથી લગ્ન અને ધર્મ પરિવર્તન કરે છે તો તેમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં. અદાલત એક પિતા દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી આ ટીપ્પણી કરી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમની પુત્રીને બીજા ધર્મના વ્યક્તિથી લગ્ન કરવા માટે અનુચિત રીતે પ્રભાવિત કરવામાં આવી છે.
અરજીકર્તાએ પોતાની ૧૯ વર્ષીય પુત્રીના પોતાની પસંદના એક વ્યક્તિથી લગ્ન કરવા વિરૂધ્ધ અદાલતમાં અરજી દાખલ કરી ફરિયાદ કરી હતી કે તેમની પુત્રીએ મેજિસ્ટ્રેટની સામે જે નિવેદન દાખલ કરાવ્યું છે તે બની શકે છે કે આવા વાતાવરણમાં દાખલ ન કરાવવામાં આવ્યું હોય જેમાં તે સહન અનુભવ કરી રહી હોય.
પિતા દ્વારા પ્રાથમિકી દાખલ કરાવ્યા બાદ પોલીસે યુવતીને ન્યાયિક મેજિસ્ટ્રેટની સામે રજુ કરી હતી યુવતીએ મેજિસ્ટ્રેટની સામે નિવેદન આપતા કહ્યું કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે . ન્યાયમૂર્તિ સંજીવ બેનર્જી અને ન્યાયમૂર્તિ અરિજીત બેનર્જીની બેંચે કહ્યું કે જાે કોઇ વયસ્ક પોતાની પસંદથી લગ્ન કરે છે અને ધર્મ પરિવર્તનનો નિર્ણય કરે છે તથા પોતાના પિતાના ધરે પાછા ફરવાનો ઇન્કાર કરે છે તો આવા મામલામાં કોઇ હસ્તક્ષેપ કરી શકાય નહીં.
પિતાની ફરિયાદ પર અદાલતે આદેશ આપ્યો કે યુવતીની તેહટ્ટામાં વરિષ્ઠ વધારાના જિલ્લા ન્યાયાધીશથી મુલાકાત કરાવવામાં આવે અને એ વાતનું પુરૂ ધ્યાન રાખવામાં આવે કે તેના પરો કોઇ અનુચિત દબાણ ન બનાવવામાં આવે.HS