Western Times News

Gujarati News

વરસાદી કાંસની સાફસફાઈ સંપુર્ણ રીતે કરવામાં આવે તેવી મહિલા કોર્પોરેટરની પાલિકાતંત્રને રજુઆત

સિંદૂરી માતાના મંદિર વિસ્તારમાં આવેલી ઓપન વરસાદી કાંસની સાફસફાઈ કરવામા આવે તોજ પેમેન્ટ ચૂકવામાં આવે તેવી મહિલા કોર્પોરેટર દિવાબેન પરમાર દ્વારા નગરપાલિકાતંત્રને રજુઆત

ગોધરા,  ગોધરા શહેર નગરપાલિકા દ્વારા વોર્ડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેના આયોજનના ભાગરૂપે પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરી દેવામા આવી છે.પ્રિમોન્સુન કામગીરી બાબતે અન્ય વિપક્ષી કોર્પોરેટર સભ્યો દ્વારા રજુઆત કરવામા આવી હતી.

હાલમાં વોર્ડ-૧માં ચાલી રહેલી વરસાંદીની સફાઈ કામગીરીમાં ઉણપ ન રાખીને પુરી સાફસફાઈ કરવામા આવે તોજ પેમેન્ટ ચૂકવામાં આવે તેવી મહિલા કોર્પોરેટર દિવાબેન પરમાર દ્વારા નગરપાલિકાતંત્રને રજુઆત કરવામા આવી છે.
પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવામા આવી છે.

જેમા સિંદૂરી માતાના મંદિર વિસ્તારમાં આવેલી ઓપન વરસાદી કાંસની સાફસફાઈનો સમાવેશ થાય છે.નગરપાલિકાના વોર્ડ-નં ૧ ના સભ્ય દિવાબેન પરમાર દ્વારા પાલિકાતંત્રને આ ગટરોની સાફસફાઇ વ્યવસ્થિત રીતે કરવામા આવે તે માટે લેખિત રજુઆત કરવામા આવી છે.

જેમા જણાવામા આવ્યુ છે કે કોન્ટ્રાક્ટરે ભરેલા ભાવ મુજબ અને નિયમો અનુસાર ટેન્ડર પાસ થયું છે.સાથે કોન્ટ્રાક્ટરે કેનાલમાંથી ભોયતળિયેથી સફાઈ કરવાની શરતે કામગીરી શરૂ કરી દીધુ છે. હાલ કામ પ્રગતિમાં છે. પરંતુ તેની કામગીરી સંતોષકારક નથી વરસાદી કાંસ અંદાજીત ૬ ફૂટ ઊંડાઈ ધરાવે છે.

કોન્ટ્રાક્ટર ઉપરછલ્લું સાફ સફાઈ કામ કરાવે છે.તેવો આક્ષેપ કરતા વધુમા જણાવાયુ છે કે.ભોયતળિયા સુધી વરસાદીકાંસ નુ સફાઈકામ કરવામા આવ્યુ નથી.આથી કોન્ટ્રાકટરને નોટિસ આપીને તળિયા સુધી સફાઈ કામ કરવા આદેશ આપવા તેમજ સંપૂર્ણ રીતે બને સફાઈકામ ના કરે ત્યાં સુધી કામનું પેમેન્ટ ચુકવવામાં આવે નહી એવી અમારી રજૂઆત છે.

વધુમાં જણાવાયુ છેકે લેખિત રજૂઆત બાદ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ચૂકવવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી જેતે અધિકારીઓની રહેશે અને માત્ર અધિકારીઓ અંગત લાભ અને ભ્રષ્ટાચાર કરવાના હેતુથી જ પેમેન્ટ ચૂકવાયુ છે. તેવુ સમજીને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે.તેવુ લેખિત રજૂઆતમાં જણાવામાં આવ્યુ છે.હવે પાલિકાતંત્ર આ વરસાદી કાંસની સાફસફાઈનુ કામ ઉંડે સુધી કરાવે છે? તે જાેવુ રહ્યુ.!!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.