વરસાદી પાણીના નિકાલ માટે ભરૂચ નગર પાલિકાની પ્રિમોન્સુન બાદ મોન્સૂન કામગીરી
(પ્રતિનિધિ) ભરૂચ, ચોમાસા ના પ્રારંભ સાથે ભરૂચ શહેર માં વરસાદી પાણી ભરાવાની સમસ્યા થી પ્રિમોન્સુન કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે તો પાલિકા દ્વારા આ મુદ્દો ગંભીરતા થી ધ્યાને લઈ વિશેષ રૂપે કામગીરી હાથ ધરી છે.
ભરૂચ શહેર માં વરસાદી પાણી ના ભરાવા ની સમસ્યા ના નિવારણ માટે ચોમાસા પૂર્વે જ પ્રિમોન્સુન કામગીરી હાથ ધરી હતી.
જો કે આમ છતાં કસક સહિત અન્ય નીચાણવાળા વિસ્તારો માં વરસાદી પાણી નો ભરાવો થયો હતો.જેને ધ્યાન માં લઈ ભરૂચ નગર પાલીકા દ્વારા જે.સી.બી જેટ મશીન સહીત ની અન્ય સાધન સામગ્રી સાથે પાણી ભરાતા વિસ્તારો ને આઈડેન્ટીફાઈડ કરી વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચ નગર પાલીકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ આ નાગે જણાવ્યું હતું કે વિવિધ વિસ્તારો માટે પાલિકા ના કર્મચારીઓ ની નિમણુંક કરી પાંચ જેટલી ટીમો બનાવવામ આવી છે જેમાં વોર્ડ નંબર ૧,૨ માં રાજુભાઈ તડવી,૩ અને ૪ માં મનીષ દરજી,૫ અને ૬ માં કમલેશ ગોસ્વામી,૭,૮ અને ૯ માં સૌરભ પટેલ તેમજ ૧૦ અને ૧૧ માં અમ્ર પટેલ સહીત ના અધિકારીઓ ને ચોમાસા દરમ્યાન વરસાદી પાણી નો ભરાવો ન થાય તે માટે ની કામગીરી કરવા તેમજ ઝુંબેશ હાથ ધરવામા આવી હોવાનું જણાવ્યું છે.
પ્રિમોન્સુન બાદ મોન્સૂન કામગીરી થી લોકો ની સમસ્યા નું નિવારણ થાય છે કે કેમ કે પછી તે પણ ચોમાસા ના પાણી માં વહી જાય છે તે આવનાર સમય બતાવશે.*